સોઢીના ગુમ થવા પાછળનું કારણ આવ્યું સામે, થોડા જ દિવસમાં હતા લગ્ન, આર્થિક તંગીનો કરી રહ્યો હતો સામનો… જાણો સમગ્ર મામલો

Gurucharan Singh Missing News : ટીવીની સૌથી લોકપ્રિય ધારાવાહિક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સોઢી ઉર્ફે ગુરુચરણ સિંહ 22 એપ્રિલે ગુમ થઇ ગયા હતા. ત્યારથી, પરિવારના સભ્યો, કો-સ્ટાર્સ અને ચાહકો તેના માટે ચિંતિત છે. આ મામલે હજુ પોલીસ તપાસ ચાલુ છે. ગુમ થયેલા સોઢીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ મામલે એક આશ્ચર્યજનક અપડેટ સામે આવ્યું છે. એક નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે TMKOC સ્ટાર ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે.

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અભિનેતા આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો. આ નવું અપડેટ અભિનેતાના ગાયબ થયાના થોડા દિવસો પછી આવ્યું છે જ્યારે ગુરુચરણને નવી દિલ્હીમાં છેલ્લે જોવામાં આવ્યા હતા.  NDTV અનુસાર, કેસની તપાસમાં જાણવા મળ્યું કે ગુરુચરણ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો હતો અને તે આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ‘તે તેના ઘરથી દિલ્હી એરપોર્ટ માટે નીકળ્યો હતો, પરંતુ તે એરપોર્ટની નજીક ક્યાંય જોવા મળ્યો ન હતો.

એટલું જ નહીં, એ પણ સામે આવ્યું છે કે રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર અભિનેતા દિલ્હીની સડકો પર બેકપેક લઈને ફરતો જોવા મળ્યો હતો અને ગુમ થતા પહેલા તેણે દિલ્હીના ATMમાંથી 7000 રૂપિયા ઉપાડી લીધા હતા. ગુમ થયેલા સોઢી વિશેના આશ્ચર્યજનક સમાચાર એ છે કે તેઓ લગ્ન કરવાના હતા અને આ દરમિયાન તે આર્થિક તંગીનો પણ સામનો કરી રહ્યા હતા. જો કે હજુ સુધી સોઢીના ગુમ થવાનું સાચું કારણ સામે નથી આવ્યું.

તમને જણાવી દઈએ કે શુક્રવારે ગુરુચરણના પિતાએ ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં લખ્યું હતું કે, ‘મારો પુત્ર ગુરુચરણ સિંહ, ઉંમરઃ 50 વર્ષ, 22 એપ્રિલે સવારે 8:30 વાગ્યે મુંબઈ જવા નીકળ્યો હતો. તે ફ્લાઇટ પકડવા એરપોર્ટ ગયો હતો. તે ન તો મુંબઈ પહોંચ્યો છે કે ન તો ઘરે પાછો ફર્યો છે અને તેનો ફોન પણ કામ કરતો નથી. અમે તેને શોધી રહ્યા હતા, પરંતુ હવે તે ગાયબ છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ ગુરુચરણ સિંહ તેમના લોકપ્રિય પાત્ર સોઢી માટે જાણીતા છે. તેણે થોડા વર્ષો પહેલા આ શોને અલવિદા કહ્યું હતું.

Niraj Patel