સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા 2 શૂટરનો વીડિયો આવ્યો સામે, જુઓ

બોલિવૂડના દબંગ અભિનેતા કહેવાતા સલમાન ખાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચૂકી છે અને આવી ધમકીઓ પછીથી બોલીવુડના ભાઈજાન સલમાન ખાન ખૂબ જ ટાઈટ સિક્યોરિટીમાં રહે છે. પરંતુ ટાઈટ સિક્યોરિટી હોવા છતાં આજે સવારે 4.50 વાગ્યે અભિનેતાના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું, જે બાદ ફેન્સની વચ્ચે અફરાતફરી મચી ગઈ છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, સવારે 4.50 વાગ્યે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા શખ્સોએ હવામાં ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બંને શૂટરો બાઈક પર આવ્યા હતા અને પછી હવામાં ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. બંનેએ હેલ્મેટ પહેર્યું હતું, જેના કારણે હાલ તેઓની ઓળખ થઈ શકી નથી.

આ મામલે તપાસ કરવા માટે ફોરેન્સિક ટીમ પણ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ તરત જ પોલીસની ટિમ સલમાન ખાનના ઘરે દોડી આવી હતી અને તેમના નિવાસની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો. હાલ તો આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઘાયલ થયાની માહિતી સામે આવી નથી.

પરંતુ માહિતી અનુસાર ફાયરિંગ કર્યા બાદ બાઈક પર આવેલા બંને શૂટર ફરાર થઇ ગયા હતા. તમને જણાવી દઈએ કે બોલિવૂડ ના ટોપ 1 અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના સમાચાર સામે આવતા જ કરોડો ફેન્સ ચિંતામાં મુકાયા છે. દરેક વ્યક્તિ સલમાન ખાનની સુરક્ષાને લઈને ચિંતિત છે,

કારણ કે છેલ્લા ઘણા સમયથી સલમાનને ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ પહેલા પણ સલમાન ખાન પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવી ચૂક્યો છે. આવી સ્થિતિમાં અભિનેતાના ઘરની બહાર ફાયરિંગનો મામલો ઘણો ગંભીર છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

YC