ભાઈજાન સલમાન ખાનના ફેન્સ પર પોલીસે કર્યો લાઠીચાર્જ, જુઓ તસવીરો અને વીડિયો

મિત્રો આજે બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન આજે પોતાનો 57મો જન્મદિવસ છે અને સોશિયલ મીડિયા પર લાખો લોકો સલમાનને વિષ કરી રહ્યા છે અને આ અવસર પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી લઈને ટીવીના સ્ટાર્સ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. સલમાન ખાનનો હાર્ડકોર ચાહકો પણ ભાઈજાન પર સતત પ્રેમ વરસાવી રહ્યા છે.

ગઈકાલે સુપરસ્ટાર સલમાન ખાને જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં ઘણા દિગ્ગજ સ્ટાર્સ સામેલ થયા હતા. ગઈકાલે બર્થડે પાર્ટીમાં તેનો ખાસ ફ્રેન્ડ શાહરૂખ ખાને પણઆવ્યો હતો. થોડા સમય પહેલા સલમાન ખાન તેના ઘરની બાલ્કનીમાં દેખાયો હતો અને ચાહકોને એક ઝલક આપી હતી.

તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે અભિનેતા મુંબઈમાં તેના ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલ્કનીમાં આવ્યો અને ચાહકોનું અભિવાદન કરવા હાથ મિલાવ્યો. આ સમયે એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને દરેકના હોશ ઉડી ગયા છે. ફેવરિટ એક્ટરની ઝલક જોવા માટે ફેન્સ કલાકો સુધી રાહ જોઈ રહ્યા હતા એવામાં ચાહકો પર પોલીસે અચાનક જ લાઠીચાર્જ કર્યો હતો.

સલમાન ખાનના ફેન્સ ગેલેક્સી એપાર્ટમેન્ટ્સની બહાર લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. પોલીસ બેરીકેટ્સ લગાવીને તેમને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહી હતી. જો કે, જ્યારે સલમાન તેના ફ્લેટની બાલ્કનીમાં આવ્યો ત્યારે ભીડ કાબૂ બહાર થઈ ગઈ અને પછી મુંબઈની લોકલ પોલીસે લાઠીચાર્જ કર્યો.

જો કે આ મેટરમાં હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત આવી નથી. સલમાનને જોવા આવેલી ફેન્સની ભીડ પર પોલીસના લાઠીચાર્જની વાત કરો, લોકોએ સોશિયલ મીડિયા પર ખુબ કમેન્ટ કરી છે. એક યુઝરે કમેન્ટ સેક્શનમાં લખ્યું- શું હવે કોઈને પ્રેમ કરવો ગુનો બની ગયો છે? અને બીજા એક ફેને ટિપ્પણી કરી – આ ગાંડપણ છે. દરેક વ્યક્તિને રસ્તા પર ચાલવાનો અધિકાર છે, અને તેઓ માત્ર તેના ચાહકો છે.

જન્મદિવસના ખાસ અવસર પર પરિવાર અને મિત્રો માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. અભિનેતાના જન્મદિવસની ઉજવણીમાં બી-ટાઉનના ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા. સલમાનના જન્મદિવસની પાર્ટીમાં પહોંચીને શાહરૂખ ખાને દબંગ ખાનને ચોંકાવી દીધા હતા. સલમાન ખાન દર વર્ષે પોતાનો જન્મદિવસ ધમાકેદાર રીતે ઉજવે છે. આ વખતે પણ તેણે તેના જન્મદિવસ પર ભવ્ય પાર્ટી રાખી હતી.

સલમાને તેનો જન્મદિવસ મીડિયા સાથે પણ ઉજવ્યો. આ અવસર પર તેણે પેપપાજીને સંપૂર્ણ સ્વેગમાં પોઝ આપ્યા અને તેમની સાથે કેક પણ કાપી. આ સિવાય સલમાને તેના ચાહકોના જન્મદિવસ પર તેમના પ્રેમ અને શુભેચ્છાઓ બદલ આભાર પણ માન્યો હતો. સલમાન ખાને તેના જન્મદિવસની પાર્ટીમાં ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી.

તે પાર્ટીમાં ઓલ બ્લેક લૂકમાં દમદાર સ્ટાઈલમાં પહોંચ્યો હતો. સલમાને પેપરાજીને ઘણા પોઝ પણ આપ્યા હતા. સલમાનની સ્ટાઈલ અને કિલર એટીટ્યુડ જોઈને ફેન્સ તો તેના દિવાના થઈ રહ્યા છે. ભાઇજાનની જીંદગીમાં ઘણી બધી છોકરીઓ આવી તો ખરા પણ કોઈ જીવનસાથી ના બની શકી. સુંદરી એશ્વર્યા રાય સાથે તેનો સંબંધ ખૂબ જ ખરાબ રીતે ખતમ થયો હતો એ તો બધા જાણે જ છે. જ્યારે કેટરીના કૈફ સાથે અફેર શરુ થયું,

તો લોકોને લાગ્યુ કે આ વખતે તે મેરેજ ચોક્કસથી કરી જ લેશે, પણ અફસોસ કે કેટરીના કૈફે બીજી રાહ પકડી અને સલમાન ખાન ફરી એકલો જ રહી ગયો. જોકે, એશ્વર્યા રાય અને કેટરીના કૈફ સાથે બ્રેકઅપ, ક્યારેય લગ્ન ના કરવાનું કારણ નથી બન્યુ, પણ તેમાં એક ત્રીજી એક્ટ્રેસનો જ હાથ છે. સલમાન ખાન એશ્વર્યા રાય, સોમી અલી, કેટરીના કૈફથી લઈને સંગીતા બિજલાનીને ઇલુ ઇલુ ચાલતું હોય તેવા સમાચાર આવ્યા હતા. આ સિવાય પણ તેનું નામ ઘણી એક્ટ્રેસ સાથે જોડાયુ હતું.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

YC