સલમાન ખાનના બોડી ડબલનું જીમમાં 50 વર્ષની ઉંમરે નિધન, સલમાન ખાનનું દિલ તૂટી ગયું, જુઓ શું કહ્યું ભાઈજાને

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સલમાન ખાનના બોડી ડબલ તરીકે જાણીતા સાગર પાંડેનું હાર્ટ એટેકથી નિધન થયું છે. શુક્રવારે બપોરે તે જીમમાં કાર્ડિયો કરી રહ્યો હતો ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો હતો. સાગર ફિટનેસને લઈને ખૂબ જ સાવચેત રહેતો હતો. તેની સાથે અચાનક આવુ થવુ દરેક માટે આઘાતજનક હતું. સાગર પાંડેએ સલમાન ખાન સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. દુખ વ્યક્ત કરતા સલમાન ખાને સાગર સાથેનો એક ફોટો શેર કર્યો અને જોડે તૂટેલું દિલનું ઇમોજી પણ મૂક્યુ. સલમાન ખાને કેપ્શનમાં લખ્યું, “મારી સાથે રહેવા માટે દિલથી આભાર.

તમારી આત્માને શાંતિ મળે ભાઈ. આભાર સાગર પાંડે.” સાગર પાંડેએ ઘણી ફિલ્મોમાં સલમાન ખાનની બોડી ડબલની ભૂમિકા ભજવી છે. તેમાં ‘બજરંગી ભાઈજાન’, ‘ટ્યુબલાઇટ’, ‘પ્રેમ રતન ધન પાયો’, ‘દબંગ’, ‘દબંગ 2’ અને ટીવી શો ‘બિગ બોસ’ પણ સામેલ છે. સ્ટેજ શો કરવા સિવાય સાગર પાંડે ઘણા દેશો અને વિદેશોમાં પણ શોમાં પરફોર્મ કરતો હતો. સાગર પાંડે મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાનો હતો. સલમાનની જેમ તેણે પણ લગ્ન નથી કર્યા. તે અભિનેતા બનવા મુંબઈ આવ્યો હતો.

જ્યારે તેને એક્ટિંગમાં કોઈ ખાસ કામ ન મળ્યું ત્યારે તેણે બોડી ડબલ બનવાનું નક્કી કર્યું. તેના પાંચ ભાઈઓ છે, જેમાંથી તે સૌથી વધુ કમાતો હતો, તેથી તેણે તેના પરિવારની સંભાળ લીધી. ‘કુછ કુછ હોતા હૈ’માં સાગર પહેલીવાર સલમાનનો બોડી ડબલ બન્યો હતો. આ પછી તેણે અનેક ફિલ્મો કરી. અગાઉ એક ઈન્ટરવ્યુમાં સાગરે કહ્યું હતું કે તે 50થી વધુ ફિલ્મોમાં બોડી ડબલ બની ચૂક્યો છે. વર્ષ 2020માં સાગર પાંડે પાસે કામ ન હતું, ત્યારે તેને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

એક મીડિયા ઈન્ટરવ્યુમાં તેણે આ જાણકારી આપી. સલમાન ખાને તે દરમિયાન ઘણા લોકોની સેવા કરી હતી. આ સાથે તે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક જુનિયર કલાકારોનો પણ સહારો બન્યો હતો. થોડા મહિનાઓથી સલમાન ખાન સાગર પાંડેને ખર્ચ માટે પૈસા પણ મોકલતો હતો. એક વીડિયોમાં સાગર પાંડેએ કહ્યું હતું કે તે બેચલર છે. સલમાન ખાનની જેમ તેણે પણ લગ્ન કર્યા નથી.

Shah Jina