15 ઓગસ્ટના રોજ સલમાન ખાને ચાહકોને આપી ખુબ જ શાનદાર ભેટ, કેટરીના કેફ સાથે જોડાયેલું છે આ કનેક્શન

ગઈકાલે દેશભરમાં આઝાદીનો પર્વ 15મી ઓગસ્ટ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો, સામાન્ય માણસો સાથે સાથે સેલેબ્સ પણ આ ખાસ દિવસની ઉજવણી કરતા જોવા મળ્યા અને તેમના સોશિયલ મીડિયામાં પણ તેમને આ ઉજવણીની ઘણી બધી તસવીરો અને વીડિયો પણ શેર કર્યા, ત્યારે બોલીવુડના ભાઈજાન સલમાન ખાને 15મી ઓગસ્ટના દિવસે તેમના ચાહકોને એક ખાસ ભેટ આપી છે.

બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ એક થા ટાઈગરને 10 વર્ષ પૂરા થયા છે. આ ફિલ્મના બે ભાગ રિલીઝ થઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં ચાહકો તેના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ વિશે અગાઉ માહિતી સામે આવી હતી કે સલમાન અને કેટરીનાની આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. આ ક્રમમાં ફિલ્મના દસ વર્ષ પૂર્ણ થવાના અવસર પર નિર્માતાઓએ ફિલ્મનું નવું ટીઝર બનાવ્યું છે. તમને જણાવી દઈએ કે બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ટાઈગર 3’ આવતા વર્ષે 21 એપ્રિલે સિનેમાઘરોમાં આવશે.

ફિલ્મના આ નવા ટીઝરમાં અભિનેતા સલમાન ખાન અને અભિનેત્રી કેટરીના કૈફ ફરી એકવાર એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. આ સાથે જ આ ટીઝરમાં ફિલ્મના પહેલા બે ભાગની ઝલક પણ જોવા મળી રહી છે. જે ટીઝર સામે આવ્યું છે તે જોઈને કહી શકાય કે ફિલ્મ એકદમ ધમાકેદાર અને એક્શનથી ભરપૂર હશે.

ફિલ્મની રિલીઝ ડેટ વિશે માહિતી આપતા અભિનેત્રી કેટરીના કૈફે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં ફિલ્મના ટીઝર અને રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. પોસ્ટ શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, ટાઇગર અને ઝોયાની સફરનો એક દાયકો ! અને આ સફર “ટાઈગર 3” ઈદ 2023 પર ચાલુ રહેશે. “ટાઇગર 3” હિન્દી, તમિલ અને તેલુગુમાં 21 એપ્રિલ, 2023ના રોજ તમારી નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

આ પહેલા, ફિલ્મના 10 વર્ષ પૂર્ણ થવા પર અભિનેતા સલમાન ખાને પણ વીડિયો રિલીઝ કરીને ફિલ્મનું ટીઝર શેર કર્યું હતું. તમને જણાવી દઈએ કે સલમાન અને કેટરીના સ્ટારર ફિલ્મ ‘એક થા ટાઈગર’નો પહેલો ભાગ વર્ષ 2012માં રીલિઝ થયો હતો. ફિલ્મના પાંચ વર્ષ બાદ 2017માં ‘ટાઈગર ઝિંદા હૈ’ રિલીઝ થઈ હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. તે જ સમયે, હવે પહેલા ભાગના 10 વર્ષ પછી ત્રીજા સિક્વલની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

Niraj Patel