બનેવીના બર્થ ડે બેશમાં સલમાન ખાને લગાવ્યા ચાર ચાંદ, ડેન્ગ્યુથી સાજા થઇ ગયા ભાઈજાન, સુંદર સુંદર હસીનાઓ પણ આવી

સલમાન ખાનની બહેન અર્પિતાના પતિ અને અભિનેતા આયુષ શર્માએ 26 ઓક્ટોબરે જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો. આયુષે તેના ઘરે પ્રી બર્થડે પાર્ટીનું આયોજન કર્યુ હતુ, જ્યાં પરિવારના સભ્યો સિવાય ઈન્ડસ્ટ્રીના કેટલાક મિત્રો પણ પહોંચ્યા હતા. તાજેતરમાં જ સલમાન ખાનને ડેન્ગ્યુ થયો હતો અને આમાંથી સાજા થયા બાદ તે પહેલીવાર આ પાર્ટીમાં જોવા મળ્યો હતો.

શહનાઝ ગિલ, પલક તિવારી જેવા ઘણા કલાકારોએ પણ આયુષની બર્થડે પાર્ટીમાં હાજરી આપી હતી. આયુષ શર્માએ પેપરાજી સાથે પણ બર્થ ડેની ઉજવણી કરી હતી. તેણે પેપરાજી વચ્ચે કેક પણ કાપી હતી. તમને જણાવી દઈએ કે આયુષે વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ‘લવ રાત્રી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારબાદ તે ફિલ્મ ‘અંતિમ ધ ફાઈનલ ટ્રુથ’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ચાલી નહીં પરંતુ આયુષની મસ્કુલર બોડીએ ચાહકોનું દિલ જીતી લીધું,

જેના કારણે ચાહકોમાં આયુષની લોકપ્રિયતા વધી. આયુષ શર્મા તેની બર્થડે પાર્ટીમાંથી પેપરાજી માટે પોઝ આપવા માટે બહાર આવ્યો હતો. આ દરમિયાન તેની સાથે તેની પત્ની અર્પિતા પણ હતી. બંને એકસાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. બર્થડે પાર્ટીમાં પહોંચેલા આયુષ શર્માના સાળા સલમાન ખાને સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું.

તાજેતરમાં જ સલમાન ખાનને ડેન્ગ્યુ હોવાનું નિદાન થયું હતું, જેના કારણે તે બ્રેક પર હતો. પરંતુ ડેન્ગ્યુ પછી સલમાન ખાનનો આ પ્રથમ જાહેરમાં દેખાવ હતો. હંમેશની જેમ, સલમાન તેના કુલ લુકમાં જોવા મળ્યો હતો. તેણે બ્લૂ ટી-શર્ટ અને જીન્સ પહેર્યું હતું. આ પાર્ટીમાં સલમાન સિવાય તેના ભાઈઓ અરબાઝ ખાન અને સોહેલ ખાન પણ જોવા મળ્યા હતા. આ પાર્ટીમાં અરબાઝ સેમી ફોર્મલ ડ્રેસમાં પહોંચ્યો હતો. ત્યાં સોહેલ ખાને ગુલાબી શર્ટ અને જીન્સ પહેર્યું હતું. 

પાર્ટીમાં ત્રણેય ખાન ભાઈઓનો અલગ જ અંદાજ જોવા મળ્યો. ‘બિગ બોસ 13’માં આવ્યા બાદ શહનાઝ ગિલ અને સલમાન ખાનના સંબંધો ખૂબ જ ખાસ બની ગયા છે અને આ જ કારણથી શહનાઝ ખાન પરિવારની પણ ખૂબ નજીક છે. આવી સ્થિતિમાં શહનાઝ પણ આયુષની બર્થડે પાર્ટીમાં જોવા મળી હતી. આટલું જ નહીં શ્વેતા તિવારીની દીકરી અને ઈન્ડસ્ટ્રીની બિજલી ગર્લ પલક તિવારી પણ આ પાર્ટીમાં પહોંચી હતી. 

બંને ખૂબ જ સુંદર લાગી રહી હતી. બોલિવૂડની પંગા ગર્લ ભાગ્યે જ સેલેબ્સની પાર્ટીમાં જોવા મળે છે, પરંતુ આયુષની બર્થડે પાર્ટીમાં કંગનાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. તે રેડ બોડીકોન ડ્રેસમાં તબાહી મચાવી રહી હતી. આ ઉપરાંત સોનાક્ષી સિંહા પણ તેના રૂમર્ડ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે પાર્ટીમાં પહોંચી હતી. 

આ પાર્ટીમાં તેણે ઝહીર સાથે પોઝ પણ આપ્યા હતા. આ આયુષ શર્માની બર્થડે પાર્ટીમાં શહનાઝ અલગ લુકમાં પહોંચી હતી. તેણે બ્લેક પારદર્શક શર્ટ ઉપર ગ્રે રંગનું પેન્ટ અને વેસ્ટ કોટ પહેર્યો હતો. આ લુકમાં તે ખૂબ જ ક્લાસી લાગી રહી હતી.

Shah Jina