મનોરંજન

તાઉ-તેની તબાહી, સલમાન-કેટરીનાની “ટાઇગર 3” અને અજય દેવગનની “મૈદાન”ના સેટને થયુ નુકશાન

સલમાન- અજય દેવગણના સેટની કેવી હાલત થઇ જાણો છો? જુઓ વાવાઝોડાએ સેટમાં કેવી તબાહી મચાવી

ભારતના પશ્ચિમી તટ પર આવેલા ચક્રવાતી તોફાન તાઉ-તેએ ઘણી જ તબાહી મચાવી દીધી છે. તાઉ-તેના કહેરથી મુંબઇની ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ બચી શકી નથી.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, ફિલ્મ ઇંડસ્ટ્રી પણ તાઉ-તેના તોફાનથી ઘણુ નુકશાન ઉઠાવી ચૂકી છે. સલમાન ખાન અને કેટરીના કૈફની આવનારી ફિલ્મ “ટાઇગર 3″નું શુટિંગ થવાનુ હતુ પરંતુ આ તોફાનને કારણે મોકૂફ રાખવું પડ્યુ હતુ.

મિડ ડેના રીપોર્ટ અનુસાર, ગોરેગાંવના એસઆરપીએફ ગ્રાઉંડમાં દુબઇની માર્કેટનો સેટ બનાવવામાં આવ્યો હતો. ફિલ્મનો જે આઉટડોર સેટઅપ હતો તે તોફાનને કારણે ખરાબ થઇ ગયો.

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇંડિયા સિને એમ્પલોયઝે કહ્યુ, ફિલ્મ સીટી મોટો ગ્રીન બેલ્ટ છે. એ તો સારુ છે કે તે સમયે શુટિંગ ચાલી રહ્યુ ન હતુ પરંતુ આ કારણે પ્રોપર્ટીને નુકશાન થયુ નથી અને કોઇના પણ જીવને કોઇ નુકશાન પહોંચ્યુ નથી.

ઉલ્લેખનીય છે કે, અજય દેવગનની ફિલ્મ “મૈદાન”ના સેટને પણ તોફાને નુકશાન પહોંચાડ્યુ છે. અજય દેવગનનું મોટાભાગનું શુટિંગ અહીં થવાનુ હતુ પરંતુ તાઉ-તેને કારણે સેટને નુકશાન પહોંચ્યુ છે.

આ તોફાન વખતે સેટ પર કેટલાક લોકો હતા અને બચાવવાના પણ પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ તે સફળ રહ્યા ન હતા. આ પહેલા પણ આ સેટને નુકશાન પહોંચ્યુ હતુ. વરસાદને કારણે આ સેટને તોડવો પડ્યો હતો.

તમને જણાવી દઇએ કે, સંજય લીલા ભણસાલીએ તેમની અપકમિંગ ફિલ્મ “ગંગુબાઇ કાઠિયાવાડી”નો સેટ બચાવી લીધો છે. તેમણે છેલ્લા વર્ષે જ વરસાદ પહેલા તેમને સેટને કવર કરી લીધો હતો.

 

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)