સ્વામિનારાયણ સંતના આત્મહત્યા કેસમાં થયા ચોંકાવનારા ખુલાસા, જયારે સંતનું મૃત્યુ થયું ત્યારે કેમ આટલી મોટી ઘટના…જાણો સમગ્ર મામલો

બુધવારે મોડી રાતના રોજ સોખડા સ્વામિનારાયણ મંદિરમાં ગુણાતીત સ્વામિનું અચાનક મોત નિપજ્યુ હતુ, જે બાદ ઘણા તર્ક વિતર્ક ઊભા થયા હતા. તેમના નિધન બાદ તેમના હરિભક્તોને ભારે આઘાત લાગ્યો છે. ત્યારે હરિભક્તોએ ફરિયાદ કરી હતી કે તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે જે બાદ તેમનું પીએમ કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત પોલિસ તપાસમાં તેમના આપઘાતનો ભેદ ઉકેલાયો હતો. બુધવારે સાંજે 7 વાગ્યા બાદ ગુણાતીત સ્વામીએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઇ લીધો હતો. તેમણે તેમના શરીરના વસ્ત્રના ગાતરિયાથી ગળે ફાંસો લગાવ્યો, પોલિસે તેમની રૂમ બહારના CCTV ફુટેજ પણ કબ્જે કર્યા છે.

પૂછપરછમાં સામે આવ્યુ કે, તેઓ છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હતા. તેઓ ઘણીવાર ભગવા વસ્ત્રો ત્યાગી સંસારમાં પાછા ફરવાનું પણ કહી રહ્યા હતા. ત્યારે ગુણાતીત સ્વામિના અપમૃત્યુ કેસનો મામલો હવે ગરમાયો છે. જિલ્લા પોલિસ વડા સમક્ષ બે સંતો અને સેક્રેટરી હાજર થયા હતા. તાલુકા પોલિસે ત્રણેયને નોટિસ મોકલી હતી અને જવાબ આપવા પોલિસ સ્ટેશને બોલાવ્યા હતા. એસપીએ પોતે ત્યાગવલ્લભ સ્વામી, પ્રભુપ્રિય સ્વામી અને સેક્રેટરી જયંત દવેના નિવેદન લીધા છે.

તેમને એવું પૂછવામાં આવ્યુ હતુ કે, ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી તો પછી આ જાણ પોલિસને કેમ ન કરવામાં આવી અને પોલિસને જાણ ન કરવાનું કારણ શું હતુ. તો બીજી બાજુ જોઇએ તો સંતો અને સંક્રેટરીએ એવો જવાબ આપ્યો કે, ગુણાતીત સ્વામીના પરિવારજનોએ આપઘાત જાહેર ન કરવાની વિનંતી કરી હતી. તેઓ ઘણા સમયથી બીમાર હતી અને ડિપ્રેશનમાં પણ હતા. ત્યારે હવે આ કેસની તપાસ તાલુકા પાલિસ સ્ટેશનના PSI પાસેથી આંચકી લેવામાં આવી છે. ગુણાતીત સ્વામીના આપઘાત મામલે ધારાસભ્ય મધુ શ્રાવાસ્તવનું પણ નિવેદન સામે આવ્યુ છે.

તેમણે કહ્યુ કે, સોખડા મંદિરમાં તપાસ થઇ રહી છે. તેઓ રામનવમીના દિવસે સોખડા ગયા હતા અને બંને પક્ષના સ્વામીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યુ કે, ભગવાનના હાથમાં છે જીવ ક્યારે લેવો. આ મામલે પ્રભુપ્રિય અને હરીપ્રકાશ સ્વામીની પૂછપરછ કરી હતી. પોલિસની એક ટીમ ગુણાતીત સ્વામીના વતન વંથલી પણ મોકલાઇ. તેમના મોત અંગે હજી પણ શેકાઓ ઉપજી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુણાતીત સ્વામીએ ગળેફાંસો ખાવા માટે જે સામાન ઉપયોગમાં લીધો હતો તેને કેમ હટાવી દેવાયો અને આ આપઘાતની જાણ કેમ પોલિસને ન કરવામાં આવી તેવા સવાલો ઊભા થઇ રહ્યા છે.

ત્યારે મોટો સવાલ તો એ છે કે ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી કે તેમની હત્યા કરવામાં આવી ? આ દરમિયાન એક એવી હકિકત પણ સામે આવી છે કે, પ્રભુપ્રિય સ્વામીએ જ્ઞાનસ્વરૂપ સ્વામીની મદદથી ગુણાતીત સ્વામીનો લટકતો મૃતદેહ નીચે ઉતાર્યો હતો. આ મામલે તે બંનેની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે મૃતદેહ કેવી રીતે ઉતાર્યો તેનું રિકન્સ્ટ્રકશન પણ કરવામાં આવ્યુ હતુ.

Shah Jina