લોહીથી લથપથ હતો સૈફ અલી ખાન, દીકરા ઇબ્રાહિમે ઓટો રિક્ષાથી અબ્બાને પહોંચાડ્યા હોસ્પિટલ, કરીના નહોતી સાથે…

ઘાયલ સૈફને ઉઠાવી ઓટોમાં હોસ્પિટલ લઇ ગયો હતો ઇબ્રાહિમ, હુમલા સમયે ઘરમાં નહોતો કોઇ ડ્રાઇવર

સૈફ અલી ખાનનો સહારો બન્યો દીકરો ઇબ્રાહિમ, લોહીથી લથપથ એક્ટરને ઓટો રિક્ષામાં હોસ્પિટલ પહોંચાડ્યો

સૈફ અલી ખાન સતત હેડલાઇન્સમાં છે. બુધવારે રાત્રે 2 વાગ્યે અભિનેતા પર તેના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને હુમલો થયો હતો, આ હુમલામાં તેને ઘણી ઇજા થઇ છે, તેની સર્જરી પણ થઇ. સૈફ અલી ખાનના ઘરમાં એક ચોર ઘૂસી ગયો, જેના કારણે ઝપાઝપી બાદ અભિનેતા ઘાયલ થયો. ચોરે અભિનેતા પર છરી વડે હુમલો કર્યો હતો અને છ ઘા માર્યા હતા, જેમાંથી બે વખત ઊંડા ઘા હતા.

સૈફ ઘાયલ થયા પછી પુત્ર ઇબ્રાહિમ અલી ખાન તેને હોસ્પિટલ લઈ ગયો. ઇબ્રાહિમ ઘાયલ પિતા સૈફને ઓટો રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયો હતો. મોડી રાત્રે લગભગ 3:30 વાગ્યે સૈફને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તે સમયે ડ્રાઇવર ઘરે હાજર ન હોવાથી ઇબ્રાહિમ સૈફને ઓટો રિક્ષામાં બેસાડીને લઈ ગયો હતો.

હાલમાં સૈફ લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એવી ખબર છે કે આ ઘટના બની ત્યાકે કરીના કપૂર ખાન પણ ઘરે હાજર હતી.ઘટનાના થોડા સમય પછીનો એક વીડિયો સામે આવ્યો જેમાં સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂર ખાન ઓટો પાસે ઉભેલી જોવા મળી. આ દરમિયાન તે ઘરના સ્ટાફ સાથે વાત કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina