લોકડાઉનમાં ધીરે-ધીરે ઘણી છૂટછાટ મળવા લાગી છે. અનલોક ફેઝ 1માં લઈને જનતા સાથે બૉલીવુડ સ્ટાર્સ પણ ઘણા ઉત્સાહિત હતી. રવિવારે સૈફ અલી ખાન તેની પત્ની કરીના કપૂર અને દીકરો તૈમુર અલી ખાન સાથે સમુદ્રકિનારે મરીન ડ્રાઈવ પર વોક કરવાં માટે નીકળ્યા હતા. આ કારણે તે ટ્રોલર્સના નિશાને ચડી ગયા હતા. મરીન ડ્રાઈવ સમુદ્ર કકિનારે વોક કરતા કરીના,સૈફ અને તૈમુરની તસ્વીર અને વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

મરીન ડ્રાઈવ પર તૈમુર તેના પિતાના ખંભા પર બેઠો હતો. ત્રણેય જયારે સનસેટ જોઈ રહ્યા હતા ત્યારે વીડિયોમાં એક શખ્સ સૈફ અલી ખાનને ખરીખોટી સંભળાવે છે. આ શખ્સ સૈફ અલી ખાનને કહે છે કે, નાના બાળકોને બહાર ના લાવવા જોઈએ. આ બાદ સૈફ પૂછે છે કે, આજે બહાર ના લાવવા જોઈએ. કહેવામાં આવી રહ્યું છે કે, વીડિયોમાં વાત કરી રહ્યા છે તો શખ્સ મુંબઇનો પોલીસ અધિકારી છે. જે મરીન ડ્રાઈવ પર નિયમોનું ઉલ્લંઘન ના થાય તે માટે કહી રહ્યો છે. તો બીજી તરફ કરીના પોલીસની વાત પર કહે છે કે, સારું… આ વાયરલ વીડિયોમાં સૈફ-કરીનાની કોઈ પ્રતિક્રિયા નથી મળી રહી. જયારે પોલીસે આ વીડિયોની પૃષ્ટિ કરી નથી. હાલ તો આ વિડીયો ડીલીટ કરી દેવામાં આવ્યો છે.

અન્ય એક વીડિયોમાં જોઈ શકાય છે કે, કરીના કપૂરે માસ્ક પહેર્યું છે જયારે સૈફ અલી ખાને માસ્ક નથી પહેર્યું.ત્યારે યુઝર્સે સૈફ પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું હતું.

તૈમૂર પટૌડી પરિવારની બોર્ડિંગ સ્કૂલમાં ભણવાની પરંપરાને અનુસરવા જઈ રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, સૈફના પિતા મન્સૂર અલી ખાન પટૌડીએ ઈંગ્લેંડથી અભ્યાસ કર્યો હતો. સૈફ અને તેની બહેનોએ પણ આ પરંપરા ચાલુ રાખી હતી અને તે જ શાળામાં અભ્યાસ કર્યો હતો. આ પછી સારા અને ઇબ્રાહિમે પણ ઇંગ્લેંડની આ સ્કૂલમાં અભ્યાસ પૂરો કર્યો અને હવે એવું માનવામાં આવે છે કે તૈમૂર પણ આ પરંપરા આગળ વધારશે.
View this post on Instagram
માહિતી તો એવી પણ મળી રહી છે કે, કરીના તૈમૂરને બોર્ડિંગ સ્કૂલમાં મોકલવા માંગે છે કારણ કે તે તૈમૂરને મળી રહેલા મીડિયા અટેંશનથી નારાજ છે. જોકે, સૈફ હજી પણ તૈમૂર સાથે વધુ સમય વિતાવવા માંગે છે, જે તે સારા અને ઇબ્રાહિમ સાથે કરી શક્યો નહીં.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.