નિક્કી યાદવ હત્યાકાંડના આરોપી સાહિલના પિતાનો પણ રહી ચૂક્યો છે ક્રિમિનલ રેકોર્ડ ! 25 વર્ષ પહેલા ગયા હતા જેલમાં

નિક્કી યાદવ હત્યાકાંડ : 25 વર્ષ પહેલા આરોપી સાહિલના પિતાની પણ હત્યા કેસમાં થઇ હતી ધરપકડ

હરિયાણાના ઝઝ્ઝરની રહેવાસી 24 વર્ષિય નિક્કી યાદવની સાહિલ ગેહલોત દ્વારા હત્યા કરવામાં આવી હતી, જેની તપાસ હાલ ચાલી રહી છે અને રોજ નવા નવા ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે હાલ આ મામલે એવું સામે આવ્યુ છે કે નિક્કીની હત્યાના આરોપી સાહિલના પિતા વીરેન્દ્ર સિંહની 25 વર્ષ પહેલા હત્યાના એક મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ ઘણા વર્ષો ચાલ્યો પણ હતો અને વીરેન્દ્ર સિંહને એક અદાલતે દોષી ઠેરવ્યો હતો.

જો કે, બાદમાં તેમણે સજા વિરૂદ્ધ અપીલ કરી અને હાઇકોર્ટ દ્વારા તેમને બરી કરી દેવામાં આવ્યા હતા. વીરેન્દ્ર સિંહ વિરૂદ્ધ હત્યાનો મામલો જૂન 1997માં દાખલ કરવામાં આવ્યો હતો અને આ ગામમાં એક વિવાદ સાથે સંબંધિત હતો. ધ ઇન્ડિયા ટાઇમ્સના રીપોર્ટ અનુસાર, સાહિલ અને નિક્કીના લગ્નના બે સાક્ષી સાથે પણ પૂછપરછ કરવામાં આવી. પોલિસે આ પહેલા ગ્રેટર નોએડામાં એક આર્ય સમાજ મંદિરના પુજારીનું નિવેદન નોંધ્યુ હતુ,

જ્યાં કથિત રીતે નિક્કી અને સાહિલના લગ્ન થયા હતા. પોલિસે લગ્ન સાથે જોડાયેલા દસ્તાવેજ પણ એકઠા કર્યા છે. નિક્કીની હત્યામાં આપરાધિક સાજિશ રચવાના આરોપમાં પોલિસે શુક્રવારે સાહિલના પિતાની પણ ધરપકડ કરી હતી. વીરેન્દ્ર સિંહ પર IPCની ધારા 120 બી અંતર્ગત મામલો દાખલ કરવામાં આવ્યો છે. સાહિલે કથિત રીતે નિક્કી સાથે 2020માં ગ્રેટર નોએડાના એક મંદિરમાં લગ્ન કર્યા હતા, બંને ભાડાના મકાનમાં રહી રહ્યા હતા.

રીપોર્ટ્સ અનુસાર, સાહિલના પિતાને આના વિશે ખબર હતી તો પણ તેમણે બીજી યુવતિ સાથે સાહિલના લગ્ન નક્કી કરી દીધા હતા. હત્યા બાદ સાહિલે તેના પિતાને અપરાધ વિશે જણાવ્યુ હતુ અને તો પણ તેમણે દીકરાને બીજા દિવસે જબરદસ્તી લગ્ન કરવાનું કહ્યુ હતુ. આ બધા તથ્ય સાહિલની પૂછપરછ દરમિયાન અને કોલ ડેટા રેકોર્ડની તપાસ બાદ સામે આવ્યા.

Shah Jina