સગાઇમાં ખૂબ નાચ્યો હતો નિક્કી યાદવ હત્યા કેસનો આરોપી સાહિલ, પછી બે વાર નિક્કીના લાશ જોવા….જાણો અંદરની વિગત

દિલ્લીમાં એકવાર ફરી શ્રદ્ધા હત્યાકાંડ જેવો હ્રદય કંપાવી દે તેવો મામલો સામે આવ્યો. દિલ્લીના નજફગઢ વિસ્તારમાં સાહિલ ગેહલોત નામના વ્યક્તિએ પોતાની લિવ ઇન પાર્ટનરની હત્યા કરી દીધી હતી. સાહિલે પ્રેમિકા નિક્કી યાદવની હત્યા કરી તેની લાશને તેના ઢાબા પર ફ્રિજની અંદર રાખી દીધી હતી. જ્યારે પોલીસે ઢાબાની તપાસ કરી તો મામલો સામે આવ્યો. જે પછી હવે દિલ્હી પોલીસે નિક્કી હત્યા કેસમાં મોટો ખુલાસો કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર 9 ફેબ્રુઆરી 2023ના રોજ સાહિલ ગેહલોતે તેની સગાઈના દિવસે મિત્રો સાથે જોરદાર ડાન્સ કર્યો હતો,

પછી રાત્રે તેની લિવ-ઇન પાર્ટનર નિક્કી યાદવ સાથે ઝઘડો થતા તેણે તેની હત્યા કરી દીધી હતી. તે બાદ સાહિલે નિક્કીની લાશને પોતાના જ ઢાબાના ફ્રીજમાં મૂકી દીધી હતી. આ દિવસ પછીના દિવસે એટલે કે 10 ફેબ્રુઆરીએ તેણે બીજી યુવતિ સાથે લગ્ન કર્યા હતા. પોલીસ પૂછપરછમાં સાહિલ ગેહલોતે જણાવ્યું હતું કે તે દુવિધામાં હતો કે નિક્કી સાથે રહેવું કે પરિવારના સભ્યોના કહેવા પર અરેન્જ મેરેજ કરવા. સાહિલના કહેવા પ્રમાણે ઘરના સભ્યો તેના પર અરેન્જ મેરેજ કરવા માટે દબાણ કરી રહ્યા હતા.

જ્યારે નિક્કી તેને રિલેશનશિપમાં રહેવા માટે કહી રહી હતી. તપાસ અધિકારી અનુસાર, લગ્નની તૈયારીઓ વચ્ચે જ્યારે પરિવારના મોટાભાગના સભ્યો અને મહેમાનો સૂઈ ગયા ત્યારે સાહિલ તેની બીજી કારમાં ઢાબા પર જવા રવાના થયો અને તેણે નિક્કીના કપડાં અને સામાનથી ભરેલી બેગ ફ્રીજ પાસે છોડી દીધી. સાહિલે નિક્કીનો ફોન છીનવી લીધો અને બંધ કરી દીધો. તેણે છેલ્લા બે દિવસની નિક્કીની તમામ ચેટ અને કોલ ડિટેલ પણ ડિલીટ કરી દીધી હતી. જે બાદ સાહિલે બીજા દિવસે એરેન્જ મેરેજ કર્યા હતા.

આરોપી સાહિલ લગ્નના બે દિવસ બાદ ઢાબા પર નિક્કીની લાશ જોવા ગયો હતો. સાહિલ એ જાણવા માંગતો હતો કે કોઈએ ફ્રિજ ખોલ્યું હતું કે નહિ, અને કોઈએ ઢાબાની મુલાકાત લીધી હતી કે કેમ. સાહિલે કહ્યું કે તેણે તેની ગર્લફ્રેન્ડનું મોબાઈલના કેબલ વડે ગળું દબાવીને હત્યા કરી દીધી કારણ કે તેણે ધમકી આપી કે જો તે તેની સાથે લગ્ન નહીં કરે તો તેને કાયદાકીય કેસમાં ફસાવી દેશે. નિક્કીના દબાણ હેઠળ તે હિમાચલ પ્રદેશ ભાગી જવા સંમત થયો.

તેઓએ કાશ્મીરી ગેટના ISBT બસ સ્ટેશન પર તેમની કાર પાર્ક કરી, પરંતુ પછી ગેહલોતે પોતાનો નિર્ણય બદલી નાખ્યો જ્યારે તેને તેના પરિવારના સભ્યો તરફથી લગ્ન પહેલાના ફંક્શનમાં હાજરી આપવા માટે દબાણ કરતા ફોન આવવા લાગ્યા. નિક્કીના એક સીસીટીવી પણ સામે આવ્યા, જેમાં નિક્કી યાદવ 9 ફેબ્રુઆરીના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ તેના ઘરમાં પ્રવેશતી જોવા મળે છે. પોલિસે કહ્યુ કે, સગાઇ દરમિયાન સાહિલ ઘણુ નાચી રહ્યો હતો.

Shah Jina