OMG ! બ્રેસ્ટ મિલ્કથી જ્વેલરી બનાવી રહી છે આ મહિલા, લોકડાઉન દરમિયાન આવ્યો હતો આ બિઝનેસનો વિચાર

સલામ ! 3 બાળકોની માતા બ્રેસ્ટ મિલ્કથી બનાવી રહી છે જ્વેલરી, 2023 સુધી 15 કરોડનો બિઝનેસ…રસપ્રદ સ્ટોરી

બધી મહિલાઓનું માતા બનવાનું સપનું હોય છે, જયારે આ સપનું પૂરુ થાય છે ત્યારે તે તેના મધરહુડને ઘણુ એન્જોય કરે છે. આ દરમિયાન તે તેના બાળકોને બ્રેસ્ટફીડ કરાવવાનું ભૂલતી નથી. પરંતુ જો તમને એવું કહેવામાં આવે છે કે એક એવી માતા છે જે બ્રેસ્ટ મિલ્ક જ્વેલરીથી મોટી કમાણી કરે છે તો ? આ બીજુ કોઇ નહિ પરંતુ લંડનની રહેવાસી 3 બાળકોની માતા સફિયા રિયાદ છે. લંડનના બેક્સલેની રહેવાસી ત્રણ બાળકોની માતા સફિયા રિયાદ, જે તેના પતિ એડમ રિયાદ સાથે મળી magenta flowers નામની કંપની ચલાવે છે.

તેમણે કંપની વર્ષ 2019માં ખોલી હતી અને હવં તેમની પાસે 4 હજારથી વધારે બુકેના ઓર્ડર આવતા રહે છે. સફિયાનું કહેવુ છે કે દુનિયામાં આજકાલ જ્વેલરીની માંગ વધી રહી છે. તેમને દુનિયાભરમાંથી બ્રેસ્ટ મિલ્ક જ્વેલરીના ઓર્ડર મળી રહ્યા છે. તેમનું માનવું છે કે કંપની 2023 સુધી 1.5 મિલિયન એટલે કે 15 કરોડનો બિઝનેસ કરી શકે છે. તેમને આ બિઝનેસમાં વર્ષના 483 % ગ્રોથ હોવાનું પણ અનુમાન લગાવ્યુ છે.

આ આઇડિયા સફિયાને લોકડાઉન દરમિયાન આવ્યો હતો. જયારે તેણે આના સાથે જોડાયેલ એક આર્ટિકલ વાંચ્યો હતો. તે બાદ તેણે આના પર કામ કરવાનું શરૂ કર્યુ અને તેણે પતિ સાથે મળી લોકડાઉન દરમિયાન બ્રેસ્ટ મિલ્ક જ્વેલરી પર એક્સપરિમેન્ટ પર કર્યુ. સફિયા જ્વેલરી બનાવ્યા પહેલા દૂધને પ્રિઝર્વ કરીને રાખે છે અને પછી તે બિન-પીળાશ પડતા રેઝિન સાથે મિશ્રણ કરીને પ્રક્રિયા સાથે તૈયાર કરવામાં આવે છે.

અંગ્રેજી અખબાર અને વેબસાઈટ ધ મિરરના સમાચાર અનુસાર, સફિયા રિયાદને પહેલા 4000 જ્વેલરીના ઓર્ડર મળ્યા હતા અને હવે તે તેના પતિ સાથે ખૂબ જ સફળતાપૂર્વક બિઝનેસ ચલાવી રહી છે. સફિયા ઘણી સ્ત્રીઓને તેમના સ્તનમાંથી દૂધ નીકળી ગયા પછી તેને કેવી રીતે સંગ્રહિત કરવું તેની તાલીમ આપી રહી છે જેથી કરીને તેને મૂલ્યવાન જ્વેલરીમાં ફેરવી શકાય. તમને જણાવી દઈએ કે મહિલાના સ્તનમાંથી કાઢવામાં આવેલા દૂધને મોતી જેવા પથ્થરમાં ફેરવવામાં આવે છે અને બાદમાં તેને જ્વેલરીમાં ફેરવવામાં આવે છે.

સફિયા અલગ-અલગ મહિલાઓ પાસેથી દૂધ લે છે અને તેમને મોતી કે પથ્થરમાં ફેરવે છે. તેઓ કહે છે કે સ્ટોન બનાવવા માટે તેમને કોઈપણ મહિલાનું ઓછામાં ઓછું 30 મિલી બ્રેસ્ટ મિલ્ક જોઈએ. સફિયા દ્વારા વિકસાવવામાં આવેલી ટેક્નોલોજીની સૌથી મોટી વિશેષતા એ છે કે જે રંગમાં બ્રેસ્ટ મિલ્ક રીકવર કરવામાં આવે છે, તે પથ્થરનો રંગ જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેથી, તે બ્રેસ્ટ મિલ્કને પથ્થરમાં ફેરવવા માટે જે રેઝિનનો ઉપયોગ કરે છે તે રંગહીન છે. સફિયા દ્વારા વિકસાવવામાં આવેલી જ્વેલરીમાં પત્થરો, કાનની બુટ્ટીઓ, નેકલેસ, બુંડાનો સમાવેશ થાય છે.

Shah Jina