આ છે કરીના કપૂરની માસી, 16ની ઉંમરમાં પરિવારની વિરુદ્ધ જઈને કર્યા લગ્ન પછી આવી બત્તર થઇ ગઈ જિંદગી

અરબોની માલિક છે કરીના કપૂર ખાન છતાં પણ માસી એક ભાડાના મકાનમાં ધક્કા ખાઈ-ખાઈને મરી ગઈ

જ્યારે કપૂર પરિવારની વાત આવે તો કરીના-કરિશ્મા કપૂર, રાજ કપૂર, રણધીર-રાજીવ-ઋષિ કપૂર, બબીતા-નીતૂ કપૂર વગેરના નામ સામે આવે છે. રાજ કપૂરના ત્રણેય દીકરાઓ ઋષિ કપૂર, રાજીવ કપૂર અને રણધીર કપૂરે પણ ઇન્ડસ્ટ્રીમાં ખુબ લોકોપ્રિયતા મેળવી છે. કપૂર પરિવાર ખુબ પહેલાથી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. જો કે, પરવાનગી ન હોવા છતાં પણ કરિશ્મા-કરીનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું અને પોતાનું આગવું નામ બનાવ્યું. કપૂર પરિવાર બધી રીતે એશો આરામનું જીવન જીવે છે, પણ પરિવારનું એક સદસ્ય એવું પણ છે જે પાઈ પાઈનો મોહતાજ હતો અને ભાડના મકાનમાં રહીને પોતાનું જીવન વિતાવ્યું હતું.

અમે વાત કરી રહ્યા છીએ કરીના કપૂરની માસી એટલે કે અભિનેત્રી સાધનાની, જેણે પણ ઇન્ડસ્ટ્રીમાં ખુબ પૈસા અને નામ મેળવ્યું હતું એને જીવનના છેલ્લા દિવસોમાં તેને માત્ર ધક્કા જ મળ્યા. કરીના કપૂરની માં બબીતા કપૂરની કઝીન બહેન સાધના શિવદાસાની જે પોતાના જમાનાની ડાન્સર અને ફેમસ અભિનેત્રી રહી ચુકી છે.

સાધનાનો જન્મ 2 સપ્ટેમ્બર, 1941ના રોજ કરાચી, પાકિસ્તાનમાં થયો હતો. સાધનાના સુપર સ્ટાર બનવાની પાછળ પ્રોડ્યુસર સશાધર મુખર્જીનો હાથ છે. તેની ફિલ્મ લવ ઈન શિમલાએ સાધનાને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. આ જ ફિલ્મથી સાધાનની હેર સ્ટાઇલ તેના જ નામથી ફેમસ થઇ હતી અને આજે પણ લોકપ્રિય છે. જો કે તેની ફિલ્મી કારકિર્દી કઈ ખાસ ચાલી ન હતી કેમ કે તેણે નાની ઉંમરે જ પરિવારની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કરી લીધા હતા.

એક જમાનાના સુપરસ્ટાર એવી સહદના જીવનના અંતિમ દિવસો ગુમનામીમાં વીત્યા હતા. તેની જિંદગી એકદમ નરક સમાન બની ગઈ હતી. તેની મદદ કરવા માટે પણ કોઈ આગળ આવ્યું ન હતું. જીવનના છેલ્લા દિવસોમાં તે એક જુના બંગલામાં ભાડે રહેતી હતી, જે સિંગર આશા ભોંસલેનો હતો. 25 ડિસેમ્બર 2015ના રોજ સાધના દુનિયા છોડી ચાલી ગઈ હતી.

સાધનાએ ફિલ્મોમાં માત્ર લીડ રોલ જ નહીં પણ ચાઈલ્ડ આર્ટિસ્ટના રૂપે પણ કામ કર્યું હતું.તે  પહેલી વાર 1955માં આવેલી રાજકપુરની ફિલ્મ શ્રી 420માં જોવા મળી હતી, તે ફિલ્મના એક ગીતમાં નરગીસની પાછળ બાળકોની ભીડમાં ડાન્સ કરતા જોવામાં આવી હતી. 1958માં સાધનાએ પહેલી ફિલ્મ અબાના માટે સાઈન કરી હતી, જેમાં માત્ર એક રૂપિયો ટોકનના રૂપે આપવામાં આવ્યો હતો.

સાધનાએ પોતાની ફિલ્મ લવ ઈન શિમલાના ડાયરેક્ટર રામ કૃષ્ણ નય્યર સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત ફિલ્મના સેટ પર થઇ હતી. લગ્નના સમયે સાધના માત્ર 16 વર્ષ અને નય્યર 22 વર્ષના હતા. રાજ કપૂરની મદદથી બંનેના લગ્ન શક્ય બની શક્યા હતા.1995માં નય્યરનું નિધન થયું હતું અને બંનેનું એકપણ સંતાન ન હતું. પતિના નિધન બાદ સાધના એકદમ એકલી થઇ ગઈ હતી અને ડિપ્રેશનમાં રહેવા લાગી હતી.

આર્થિક સ્થિતિની સાથે સાથે તે સ્વાસ્થ્યને લીધે પણ હેરાન થવા લાગી અને બીમાર રહેવા લાગી.તેને થાઈરોઈડ અને આંખોની સમસ્યા થવા લાગી. જેને લીધે તેણે બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું હતું. પોતાના ખરાબ દિવસોમાં તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોની મદદ પણ માંગી હતી પણ કોઈએ તેની મદદ કરી ન હતી અને અંતે દુનિયા છોડી ચાલી ગઈ.

Krishna Patel