સોશિયલ મીડિયામાં વાયરલ થયો સચિન તેંડુલકરનો હમશકલ, જોઈને લોકો બોલ્યા.. “આ તો જોડિયા ભાઈ જેવો લાગે છે” જુઓ વીડિયો

અદ્દલ સચિનની કાર્બન કોપી છે આ ભાઈ.. સચિન જેવા ચહેરાના કારણે સારી એવી કમાણી પણ થાય છે, જાણો ક્રિકેટના ભગવાનના હમશકલની કહાની…

એવું કહેવાય છે કે દુનિયામાં એક જ ચહેરા જેવા 7 લોકો મોજુદ છે, ઘણીવાર તમને પણ કોઈએ તમારા હમશકલ ક્યાંક જોયા હોવાનું કહ્યું હશે. તો સામાન્ય માણસના હમશકલ મળવા ખુબ જ મુશ્કેલ છે પરંતુ સેલેબ્સના હમશકલ જલ્દી મળી જાય છે. કારણ કે દેશ અને દુનિયામાં તમેનું આગવું નામ બની ગયું છે હોય છે અને તેમના જેવા જ દેખાય વ્યક્તિની તસવીરો અને વીડિયો પણ સતત વાયરલ થઇ જાય છે.

ત્યારે હાલ ક્રિકેટના ભગવાન ગણાતા એવા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો એક હમશકલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તેની તસવીરો અને વીડિયોને જોઈને લોકોને ક્ષણાવર માટે તો એમ જ લાગી જાય છે કે આ સાચે જ સચિન છે  અને એટલે જ લોકો તેને જોતા જ તેની સાથે તસવીરો પણ ક્લિક કરાવતા હોય છે.

સચિન જેવા જ દેખાતા આ વ્યક્તિનું નામ છે બલવીર ચંદ. બલવીરનો ના ફક્ત ચહેરો પરંતુ ઊંચાઈ પણ સચિન જેટલી જ છે. જેના કારણે ઘણીવાર લોકો તેને સચિન પણ સમજી બેસે છે. બલવીર સચિનનો ફેન હોવાની સાથે સાથે ક્રિકેટનો પણ ફેન છે. તેને સોશિયલ મીડિયામાં પણ ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે જેમાં તે હૂબહૂ સચિન જેવો જ દેખાય છે.

તેની પ્રોફાઈલ પર નજર નાખતા જ ખ્યાલ આવે કે એક નજરે તે સચિનની જેમ જ દેખાય છે. સચિન જેવો દેખાતો હોવાના કારણે બલવીરને ઘણો ફાયદો પણ થઇ રહ્યો છે. બલવીરને ઘણી ઇવેન્ટ અને કાર્યક્રમમાં પણ બોલાવવામાં આવે છે. આ ઉપરાંત તેને ઘણીવાર ટીવી શોમાં પણ બોલાવવામાં આવે છે. જેના દ્વારા તે સારી કમાણી પણ કરી રહ્યો છે.

Niraj Patel