‘સ્વર્ગમાં ક્રિકેટ…’ કશ્મીરની વાદીઓમાં રસ્તા પર ક્રિકેટ રમતા જોવા મળ્યા સચિન તેંડુલકર- વીડિયો જોઇ ચાહકોએ કરી સાદગીની તારીફ

‘કોણ છે તમારો બોલર’ કશ્મીરમાં સચિન તેંડુલકરે ઊંધુ બેટ પકડી કર્યુ ચેલેન્જ પૂરુ

‘આઉટ કરવો પડશે…’ ગુલમર્ગમાં રસ્તા વચ્ચે સચિને રમી ક્રિકેટ, ઊંધા બેટથી લગાવ્યો શોટ

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. હાલમાં જ સચિનનો એક વીડિયો સામે આવ્યો છે, જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સચિન કશ્મીરન ગલીઓમાં ક્રિકેટ રમતા જોવા મળઈ રહ્યા છે. આ વીડિયો સચિને પોતે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જે જોતજોતામાં જ વાયરલ થઇ ગયો.

વીડિયોમાં સચિન ડઝનબંધ યુવાથી ઘેરાયેલ જોઇ શકાય છે અને તેમની સાથે ક્રિકેટ રમે છે. સચિન એ કહેતા પણ વીડિયોમાં સાંભળવા મળે છે કે કોણ છે તમારો બોલર…સચિન કશ્મીરમાં રસ્તા વચ્ચે ક્રિકેટનો જાદુ બતાવી રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે સ્ટંપની જગ્યાએ એક કાર્ટૂન અને તેની ઉપર કેરબો રાખવામાં આવ્યો છે. સામેથી એક બોલર બોલિંગ કરતો નજર આવે છે અને ત્યારે જ સચિન પોતાનું બેટ ઘુમાવે છે.

ખાસ વાત એ છે કે સચિને બેટ ઊંધુ પકડ્યુ હતુ. ક્રિકેટ બાદ તે ચાહકો સાથે સેલ્ફી પણ ક્લિક કરાવે છે. વીડિયોને કેપ્શન આપતા સચિને લખ્યુ- ક્રિકેટ અને કશ્મીર…જન્નતમાં એક મેચ. સચિને શેર કરેલા વીડિયોમાં લાખો લાઇક્સ અને લાખો વ્યુઝ આવ્યા છે. આ વીડિયો પર ઘણા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એકે લખ્યુ- ક્રિકેટના ભગવાન સ્વર્ગમાં…કશ્મીરમાં તમારુ સ્વાગત છે, અમે દેશના બાકી લોકોની જેમ જ ક્રિકેટને લઇને જૂનુની છીએ. જ્યારે બીજાએ લખ્યુ- એટલે તમે માસ્ટર બ્લાસ્ટર છો. જ્યારે અન્ય એકે લખ્યુ- આ તમારો દેશ છે સર, તમે જેમ ઇચ્છો એમ રમો, લીજેન્ડ.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina