શું સીમા હૈદરના પતિ સચિનનું ગોળી વાગવાથી થયુ મોત ? જાણો વાયરલ વીડિયોની હકિકત

શું સીમા હૈદરના પતિ સચિનને ગોળી ધરબી દીધી અને થયું મોત ? જાણો શું છે મામલો

પાકિસ્તાનથી ભાગી ભારત આવેલી સીમા હૈદર કોઇના કોઇ કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર લગભગ દરરોજ સીમા અને તેના પતિ સચિન મીનીના કોઈને કોઈ સમાચાર કે વીડિયો સામે આવતા રહે છે. ત્યારે આ દરમિયાન સીમા હૈદરના પતિ સચિન મીનાને લઇને એક સમાચાર ખૂબ વાયરલ થઇ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સચિનની હત્યા કરવામાં આવી છે.

સીમા હૈદરના પતિ સચિનને ​​કોઈએ ગોળી મારી દીધી હોવાનું કહેવાઇ રહ્યુ છે અને આ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સીમા હૈદર તેના પતિના મોત બાદ ભાંગી પડી છે. એટલું જ નહિ એક પોલીસ અધિકારીનું નિવેદન પણ વાયરલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક ન્યૂઝ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે કોઈએ સચિન મીનાની હત્યા કરી દીધી છે.

વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “કોઈએ સીમા હૈદરના પતિ સચિનની હત્યા કરી દીધી.” આ સાથે વીડિયોમાં સીમા હૈદર રડતી પણ જોવા મળી રહી છે. આ વીડિયો અંગે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો ઘટના સ્થળનો છે. આ સાથે એક પોલીસ અધિકારી આ ઘટના વિશે જણાવી રહ્યા છે. જો કે આ મામલે સંપૂર્ણ માહિતી આપવામાં આવી નથી.

આ વીડિયોને અત્યાર સુધીમાં 7 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને યુઝર્સ પણ આ વીડિયો ઘણો શેર કરી રહ્યા છે. જો કે, તમને જણાવી દઇએ કે, આ ફેક વીડિયો છે. કોઈ ન્યૂઝ ચેનલ કે મીડિયા આઉટલેટે આ સમાચાર પ્રસારિત કર્યા નથી. આવી સ્થિતિમાં આ વીડિયો સંપૂર્ણ રીતે ગેરમાર્ગે દોરનારો છે.

ઘણી ટીવી ન્યૂઝ ચેનલોએ સીમા હૈદરનો કરવા ચોથ પર ઈન્ટરવ્યુ કર્યો હતો. સીમાએ પોતે કહ્યું કે તેનો પરિવાર ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો છે. સીમા અને સચિન ખુશીથી જીવી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારના ભ્રામક વીડિયો બનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સીમા હૈદર અને સચિન મીના ગ્રેટર નોઈડામાં રહે છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina