સાસુએ વહુ અને નણંદનું કરાવ્યું ડાન્સ કોમ્પિટિશન, જોવા માટે ઉમટી પડ્યા પાડોશીઓના ટોળા, જુઓ પછી કોની થઇ જીત ? વાયરલ થયો વીડિયો

સાસુ અને વહુ વિશેના જોક્સ અને વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર સાસુ વહુની લડાઈ જોવા મળતી હોય છે, તો ઘણા વીડિયોની અંદર તે બંને વચ્ચેનો પ્રેમ પણ જોવા મળતો હોય છે, ત્યારે હાલમાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકોના હોશ ઉડી ગયા, કારણ કે આ વીડિયોમાં સાસુ વહુ અને નણંદની ડાન્સ સ્પર્ધા કરાવતા જોવા મળી રહ્યા છે.

વાયરલ થયેલો આ વીડિયો જોયા પછી તમને તમારી આસપાસના ઘરોમાં થતી મસ્તી અને જોક્સ યાદ આવી જશે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સાસુ ઘરના આંગણામાં ખાટલા પર બેઠી છે અને નણંદ તેની ભાભીને રૂમની અંદરથી ખેંચીને લઈ આવે છે. નણંદ તેની ભાભીને ડાન્સ કરવા કહે છે.

પાછળના સાઉન્ડ બોક્સ પર એક ગીત વાગી રહ્યું છે અને ભાભી અને નણંદ વચ્ચે આંગણામાં જ પર ડાન્સ સ્પર્ધા શરૂ થાય છે. બંને જોરદાર ડાન્સ કરવા લાગે છે. બંનેનો ડાન્સ જોવા માટે આડોશ-પાડોશના બાળકો પણ આંગણામાં  ભેગા થાય છે અને ડોકિયું કરવા લાગે છે. નંણદ અને ભાભીએ પોતાના ડાન્સથી લાખો નહીં પણ કરોડો લોકોના દિલ જીતી લીધા.

આ વીડિયોને યુટ્યુબ પર 23 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. જો કે આ વીડિયો વર્ષ 2018માં અપલોડ કરવામાં આવ્યો હતો, અને આ વીડિયો સ્ક્રિપ્ટેડ હોય તેમ લાગે છે. ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું. પરંતુ આજે પણ આ ગીત લાખો દિલોની ધડકન છે. આ વીડિયો અલ્કા મ્યુઝિક હિટ નામની યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવ્યો છે. આ ગીતના બોલ ‘મન્ના જીતે જી મરેગી ડેન્જર લુક તેરી’થી શરૂ થાય છે. તેને ગાયક સોનુ કુંદનિયાએ ગાયું છે.

Niraj Patel