વરરાજાની સામે જ સાળી કરવા લાગી નખરા, પછી વરરાજાએ 500-100ની નોટો કાઢતા જ કર્યું એવું કે… જુઓ વીડિયો

હાલ દેશભરમાં ચારેય તરફ લગ્નની સીઝન પૂર બહારમાં ખીલી છે. સોશિયલ મીડિયામાં પણ આવા લગ્નને લઈને ઘણા બધા વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે, જેમાં વર કન્યા અને તેમના મિત્રોની મસ્તી સાથે સાથે જીજા સાળીના મસ્તી મજાકની ક્ષણો પણ વાયરલ થતી જોવા મળતી હોય છે. હાલમાં એક એવા જ જીજા સાળીની મસ્તી ભરેલી પળો વાયરલ થઇ રહી છે.

આજે ટ્રેન્ડ એવો શરૂ થયો છે કે વરરાજાને સાળી દ્વારા જ ગેટ પર જ રોકી દેવામાં આવે છે અને શગુનની રકમ તરીકે સારા એવા પૈસા મળે તો જ એન્ટ્રી આપવામાં આવે છે. આ ઉપરાંત સાળીઓ વરરાજાની મોજડી ચોરી કરવાનો પ્રયાસ પણ કરે છે. આજકાલ સોશિયલ મીડિયા પર આવા સેંકડો વીડિયો છે અને લોકો પણ આવા વીડિયો જોવાનું પસંદ કરે છે.

આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક સાળી તેના જીજાજી પાસે શગુનના પૈસાની માંગણી કરે છે. જો કે, દુલ્હન સાથે ઉભેલો વર પણ પૈસા આપવા તૈયાર છે, પરંતુ સાળી તે સ્વીકારવા તૈયાર નથી. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે વર-કન્યા એકસાથે ઉભા છે અને એક સાળી આવીને તેમની સામે ઉભી છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Tanwar (@the_foodbasket26)

વીડિયો જોઈને સમજી શકાય છે કે મોજડી ચોરીની વિધિ ચાલી રહી છે અને સાળી તેના શગુનના પૈસાથી અસંતુષ્ટ છે. હવે વરરાજા પૈસા આપીને સાળીને મનાવવાની કોશિશ કરી રહ્યો છે, પણ સાળી એ સ્વીકારવા તૈયાર નથી. ઘણા સમય સુધી પ્રયત્ન કર્યા પછી સાળી એ પૈસા લેવા રાજી થઈ ગઈ. જોકે, તેણે વર-કન્યાની સામે પૈસા પણ ગણ્યા. વરરાજાએ તેની સાળીને 500 અને 100ની ઘણી નોટો આપી. સાળીએ જેવી બધી નોટો ગણી કે તરત જ તે ખુશ થઈ ગઈ. આ વીડિયોને યુઝર્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel