પહેલા કૃષ્ણ ભક્તિનો વિરોધ, પછી ઇસ્લામ અપનાવવાનું દબાણ, પરેશાન થઇને રૂસી છોકરીએ શોહરને છોડી હિંદુ છોકરા સાથે કરી સગાઇ

‘ઇસ્લામ અપનાવવાનું દબાણ નાખ્યુ’ પતિને છોડી રૂસી છોકરીએ હિંદુ સાથે કરી સગાઇ ! જુઓ તસવીરો

કૃષ્ણ ભક્તિમાં ડૂબેલી એક રૂસી મહિલા તેનો દેશ છોડી પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના માયાપુર શહેરમાં વસી ગઇ છે. અહીં તેને એક ભારતીય છોકરા સાથે પ્રેમ થઇ ગયો અને બંનેએ સગાઇ પણ કરી લીધી. ખાસ વાત એ છે કે પહેલા મહિલાએ એક યુવક સાથે લગ્ન કર્યા હતા.

મહિલાએ દાવો કર્યો કે પતિ તેના પર ઇસ્લામ અપનાવવાનું દબાણ કરી રહ્યો હતો, જે બાદ તેણે પતિથી અલગ થવાનું નક્કી કર્યુ. આ મહિલાનું નામ સ્વેતલાના ઓચિલોવા છે. તેણે જણાવ્યુ કે તે એક ગ્રાફિકલ ડિઝાઇનર છે.

તેણે એક યુવક સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બાદમાં સ્વેતલાનાનો ઝુકાવ કૃષ્ણ ભક્તિ તરફ વધવા લાગ્યો. સ્વેતલાના વર્ષ 2012માં પહેલીવાર કૃષ્ણ ભક્તોને મળી હતી. આને કારણે પતિ સાથે ઝઘડા થવા લાગ્યા. પહેલા પતિને લઇને સ્વેતલાનાનો આરોપ છે કે, તે કૃષ્ણ ભક્તોને નફરત કરતા હતા. સ્વેતલાના કહે છે કે, તેઓએ મને ભક્તોને મળવાથી રોકી. તેમણે મને ઘણી વખત માર માર્યો હતો અને મારા પર ઇસ્લામ ધર્મ અપનાવવા માટે દબાણ પણ કર્યું હતું.

પતિ સાથેના ઝઘડાથી કંટાળી સ્વેતલાનાએ પતિનું ઘર છોડી દીધું હતું અને તેના પુત્ર સાથે તેના માતા-પિતા સાથે રહેવા ગઈ હતી. વર્ષ 2016થી સ્વેતલાનાએ કૃષ્ણની ભક્તિના માર્ગ પર સંપૂર્ણ રીતે ચાલવાનું નક્કી કર્યું. તે 1 વર્ષ સુધી તેના પતિથી અલગ રહી. તેણે મંદિરોમાં જવાનું શરૂ કર્યું, આ દરમિયાન તે પહેલીવાર ભારત આવી. સ્વેતલાનાએ કહ્યું- મારી અંદરથી પતિનો ડર સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો. હું ખુશ રહેવા લાગી. વર્ષ 2017માં પહેલી વાર મેં મારા પતિ સાથે આરામથી વાત કરી.

તેણે મને કૃષ્ણ અને મારી વચ્ચે પસંદ કરવાનું કહ્યું. તેથી મેં કૃષ્ણને પસંદ કર્યા. આ પછી અમે બંનેએ છૂટાછેડા લીધા. તે પછી તે ક્યારેય મારી અને મારા પુત્ર વચ્ચે આવ્યો નથી. સ્વેતલાના બાદમાં તેના પુત્ર સાથે માયાપુર શહેરમાં રહેવા ગઈ. અહીં તેની મુલાકાત રોશન ઝા સાથે થઈ હતી. તે પણ કૃષ્ણના ભક્ત છે. બંને વચ્ચે સારી સમજણ વિકસી હતી. આ પછી બંનેએ તાજેતરમાં જ સગાઈ કરી લીધી. સગાઈની જાહેરાત કરતા સ્વેતલાનાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું – તે ખરેખર અમારી કાળજી રાખે છે.

રોશન ઝાએ મને મારા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય સાથે સ્વીકારી છે. તે મને પ્રેમ કરે છે. તેણે મારા પુત્રને દત્તક લીધો છે. સ્વેતલાના અને રોશનની સગાઈ વૃંદાવનમાં યમુના નદીના કિનારે થઈ હતી. આ અવસર પર બંનેના ઘણા મિત્રો પણ હાજર હતા.સ્વેત્લાના સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે કૃષ્ણ ભક્તિમાં ડૂબેલા વીડિયો અને ફોટા શેર કરતી રહે છે.  સ્વેતલાનાના 1 લાખથી વધુ ફોલોઅર્સ છે.

Shah Jina