યુક્રેનમાં રશિયન સેનાના જવાનોએ ભારતીય યુવતીઓને પકડી, વીડિયોમાં આ યુવતીએ દાવો કર્યો કે અમારી સાથે હવે શું થશે એ ખબર નથી, જુઓ

યુક્રેન અને રશિયા વચ્ચે હાલ ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે અને યુક્રેનમાં તબાહીનો મંજર પણ જોવા મળી રહ્યો છે. આ સમયે યુક્રેનની હાલત ખુબ જ ખરાબ છે જે આપણે સોશિયલ મીડિયામાં વાયરલ થતી તસવીરો અને વીડિયોમાં જોઈ શકીએ છીએ. ત્યારે આ સમયે ભારતના ઘણા બધા લોકો પણ યુક્રેનમાં ફસાયેલા છે અને ત્યાંથી તે વીડિયો દ્વારા પોતાની આપવીતી જણાવે છે.

હાલમાં જ એક યુવતીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેનું નામ ગર્વા મિશ્રા હોવાનું તે કહી રહી છે. આ ઉપવીત વીડિયોમાં તે પોતે ઉત્તર પ્રદેશના લખનઉની હોવાની વાત પણ જણાવી રહી છે. તે વીડિયોની અંદર એવો પણ દાવો કરી રહી છે કે રશિયન સૈનિકો ભારતીય યુવતીઓને પકડી રહ્યા છે. આ વીડિયો તેને પોતાની કરનાલની મિત્ર રક્ષિતાને મોકલ્યો છે.

વીડિયોમાં ગર્વા જણાવી રહી છે કે તે હાલમાં કિવની અંદર ફસાઈ ગઈ છે. અહીંયા તે હવે ચારેય તરફથી ઘેરાઈ ચુકી છે. અહીંયા અમને કોઈપણ પ્રકારની મદદ નથી મળી રહી. મને એમ પણ નથી લાગતું કે અહીંયા કોઈ અમને મદદ કરશે. વીડિયોની અંદર તે એમ પણ જણાવે છે કે થોડા સમય પહેલા જ તેને એક વીડિયો જોયો હતો અને તેના બાદ તેને એમ્બેસીને કોલ કર્યો. એમ્બેસી ફોન નથી ઉટાહવી રહી. લોકોને પણ અમે વાત કરીએ છીએ તો કોઈ સાંભળી નથી રહ્યું.

આ યુવતીએ વીડિયોમાં એમ પણ જણાવી રહી છે કે કાલે રાત્રે કેટલાક લોકો આવ્યા હતા અને હોબાળો કરીને ગેટ પણ તોડી નાખ્યો હતો. જેના બાદ તેમને અંદર આવવાનો પણ પ્રયત્ન કર્યો. આવી પરિસ્થિતિ બાદ અમે વિચાર્યું કે અમે અહિયાંથી નીકળી જઈએ પરંતુ અમારી પાસે ટ્રેન, બસ અને કારનો જ વિકલ્પ છે.

વીડિયોમાં તે આગળ એમ પણ જણાવી રહી છે કે જે વિધાર્થીઓ કિવથી બસ અને કેબમાં નીકળ્યા છે તેમને રશિયન સેનાએ રોકી લીધા છે. તેમના ઉપર ફાયરિંગ કર્યું, ભારતીય છોકરીઓને ત્યાંથી લઇ ગયા. છોકરીઓને ક્યાં લઈને ગયા કઈ જ ખબર નથી. ફક્ત છોકરીઓને જ રશિયન સેનાના સૈનિકો લઈને ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ગર્વા વીડિયોની અંદર આગળ એમ પણ જણાવી રહી છે કે રોમાનિયા બોર્ડર ઉપર એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે રશિયન સેના દ્વારા ભારતીય વિધાર્થીઓને માર મારવામાં આવી રહ્યો છે. યોગીજી, મોદીજી અમને બચાવી લો. રડી રડીને અમારી હાલત ખરાબ થઇ રહી છે. ખબર નહીં હવે અમારું શું થશે ?અમને નથી લાગતું કે હવે અમે બચી શકીશું.

Niraj Patel