વિદેશી કુડીએ ભારતના છોકરા સાથે કર્યા લગ્ન, પતિ બાદ હવે જીતી રહી છે સાસુનુ દિલ, વહુના હાથની રોટી આવી રહી છે પસંદ

વિદેશી કુડીએ ભારતના છોકરા સાથે કર્યા લગ્ન, પતિ બાદ હવે જીતી રહી છે સાસુનુ દિલ, વહુના હાથની રોટી આવી રહી છે પસંદ

કહેવાય છે કે પ્રેમ નાત, જાત, ઉંમર અને ધર્મ નથી જોતો. જો કે, પ્રેમને તો સીમાઓના બંધન પણ નથી નડતા.આવી જ કંઇક સ્ટોરી છે રશિયાની અલીના અને ઇન્દોરના ઋષિ વર્માની. ક્રૂઝ શિપ પર જમવાનું બનાવતા બનાવતા ઋષિએ પોતાના પ્રેમની ખીચડી કયારે પકાવી લીધી, તે તેને પોતાને ના ખબર પડી.મધ્યપ્રદેશના ઇન્દોરનો ઋષિ વર્મા એક શેફ છે. તેણે તેની પત્ની અલીનાને પહેલીવાર રૂસના ચર્ચ સામે જોઇ હતી અને એક ફોટો ક્લિક કરવા માટે કહ્યુ હતુ.

આ એક ફોટાથી ઋષિ અને અલીનાની લવ સ્ટોરી શરૂ થઈ. પહેલી મુલાકાત પછી બંનેએ વાત કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે નિકટતા વધતી ગઈ. ત્યારપછી એક દિવસ ઋષિએ અલીનાને વીડિયો કોલ પર પ્રપોઝ કર્યું. થોડા દિવસો પછી જવાબ મળ્યો ‘હા’. ત્યારબાદ અલીના ભારત આવી ગઇ અને પોતાના પ્રેમ સાથે લગ્ન કરી લીધા. પહેલી મુલાકાત બાદ ઋષિને અલીના ખૂબ જ ગમી ગઈ હતી.ધીરે ધીરે બંને વચ્ચે ઘણી વાતો થવા લાગી.

પછી એક દિવસ ઋષિએ અલીનાને વિડિયો કોલ કરી પોતાના દિલની વાત કહી. ઋષિના પ્રપોઝ કર્યા પછી અલિનાએ થોડા દિવસનો સમય લીધો અને પછી હા પાડી. આ દરમિયાન કોરોના સંક્રમણને કારણે ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. બંને લાંબા સમય સુધી એકબીજાથી દૂર રહ્યા, પરંતુ પ્રેમ વધુ મજબૂત થયો. અલિનાને ડિસેમ્બર 2021માં વિઝા મળ્યા અને પછી તે પોતાનો દેશ છોડીને પોતાના પ્રેમ માટે ભારત આવી ગઈ.

જ્યારે બે દિલ મળ્યા ત્યારે તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું. ઋષિ અને અલિનાએ ફેબ્રુઆરીમાં કોર્ટમાં લગ્ન કર્યા હતા. કપલનું કહેવું છે કે હવે તેઓ હિન્દી રીતિ-રિવાજ મુજબ ડિસેમ્બરમાં ફરીથી લગ્ન કરવા જઈ રહ્યા છે.ઈન્દોરના સપ્તશ્રૃંગી નગરમાં રહેતા ઋષિ વર્મા હૈદરાબાદમાં શેફ તરીકે કામ કરતા હતા. આ દરમિયાન તેઓ યુરોપના પ્રવાસે ગયા હતા.

વર્ષ 2019માં તે રશિયાના સેન્ટ પીટર્સબર્ગ પહોંચ્યો હતો. અહીં તે એલિનાને મળ્યો અને પછી ધીમે ધીમે તેમની વચ્ચે વાતો થવા લાગી અને પ્રેમ પાંગર્યો.

Shah Jina