યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે આવ્યા અવનવા વીડિયો સામે, ક્યાંક રશિયન સેનાની ટેન્કનું ઈંધણ ખુટ્યું તો ક્યાંક ગામ લોકોએ ટેન્કને પસાર ના થવા દીધી

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે સાતમો દિવસ છે. આ યુદ્ધની પળ પળની ખબરો ઉપર આખી દુનિયાની નજરો મંડરાયેલી છે. ત્યારે આ દરમિયાન ઘણી એવી ખબરો પણ સામે આવે છે જે હેરાન કરી દેનારી હોય છે. તો ઘણા વીડિયો પણ એવા સામે આવે છે જે આ યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ હસવા માટે મજબુર કરી દેતા હોય છે.

ત્યારે સોશિયલ મીડિયામાં રશિયાના આક્રમણને લઈને યુક્રેનમાં ઘણી બધી એવી ઘટનાઓ સામે આવી છે. જેમાં રશિયન સેનાના જવાનોના વાહનોનું ઇંધણ ખતમ થઇ ગયું કે પછી સેનાના ટેન્કનું પણ ઇંધણ સમાપ્ત થઇ ગયું. આવી પરિસ્થિતિમાં યુક્રેનના લોકો પણ તેમની મજા લેતા જોવા મળતા હોય છે.

ગઈકાલે સામે આવેલા એક વીડિયોની અંદર જોવા મળ્યું હતું  જેમાં સ્થાનિક લોકો તેમના વિસ્તારમાં રશિયન ટેન્કમાં પ્રવેશતા જોઈ શકાય છે.આ દરમિયાન એક વ્યક્તિ ટેન્ક તરફ આગળ વધે છે અને સૈનિકોને ગાળો આપવા લાગે છે. તે જ સમયે એક વ્યક્તિ ટેન્કની સામે ઉભો રહે છે અને તેને આગળ વધવાથી રોકવા લાગે છે. જ્યારે ટેન્ક તેની તાકાત સાથે આગળ વધે છે, ત્યારે વ્યક્તિ તેના ઘૂંટણ પર નીચે આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Ukraine UA (@ukraine.ua)

બીજી બાજુ, તે વ્યક્તિની આસપાસ ઉભેલા લોકો તેની સુરક્ષા વિશે ચિંતિત થઈ જાય છે અને તેને તરત જ દૂર ખેંચવાનો પ્રયાસ કરે છે. પરંતુ તે વ્યક્તિ ત્યાંથી ખસતો નથી અને ટેન્કની સામે જ ઊભો રહે છે. આવી સ્થિતિમાં યુક્રેનના લોકો તરફથી પણ પ્રતિકાર જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ લોકોએ રશિયન સૈનિકોની સામે આવીને તેમને પાછા ફરવાનું કહ્યું છે.

 

આ પહેલી ઘટના નથી જયારે રશિયન સૈનિકોના વાહનોનું ઈંધણ સમાપ્ત થઇ ગયું હોય. આ પહેલા પણ એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં રસ્તા વચ્ચે એક રશિયન ટેન્કનું ઈંધણ સમાપ્ત થઇ જતા ત્યાંથી પસાર થઇ રહેલા યુક્રેનના કાર ચાલકે તેમની મજાક પણ કરી હતી.

આ ઉપરાંત એક અન્ય વીડિયો પણ સામે આવ્યો છે જેમાં યુક્રેનના ચર્નિહાઇવે ગામના લોકોએ તેમના ગામમાંથી પસાર થતી રશિયન સેનાની ટેન્કને રોકી લીધી હતી અને તેમના ગામમાંથી પસાર થવા દીધી નહોતી. આ વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જો કે ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

Niraj Patel