ભડભડ બળીને ખાખ થયું આખું વિમાન, ઉપરથી પટકાયું, 65 લોકો જીવતા સળગ્યા, જુઓ આખો વીડિયો

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં મૃતકનો આંકડો હજારોમાં પહોંચી ગયો છે ત્યારે આજે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. રશિયાનું એક વિમાન ક્રેશ થઈ ગયું છે જેમાં યુક્રેનના 65 યુદ્ધ કેદીઓને લઈ જવાતા હતા.

આ ફ્લાઈટનો એક્સિડન્ટનો ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા પર લોકો ખુબ વાંચી રહ્યા છે. આ લડાઈમાં રશિયાએ યુક્રેનના ઘણા સૈનિકોને પકડીને તેમને યુદ્ધકેદી બનાવ્યા છે. કુલ મળીને આ ઘટનામાં 70થી વધુ લોકોના મોત થયા હોવાની શક્યતા છે.

જોકે, હજુ સુધી મોતની પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ વિમાનમાં જે રીતે આગ લાગી હતી તેે જોતા લાગે છે કે કોઈ પણ વ્યક્તિ માટે બચવું મુશ્કેલ હશે. રશિયાનું એક વિમાન આવા 65 યુદ્ધકેદીઓને લઈ જતું હતું ત્યારે તે અચાનક દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે.

આ કોઈ ભયાનક એક્સિડન્ટ હશે કે કાવતરાનો ભાગ હતો? તે માહિતી હજુ સુધી બહાર નથી આવી. સામાન્ય રીતે યુદ્ધ પૂર્ણ થઈ જાય ત્યાર પછી યુદ્ધકેદીઓનું આદાનપ્રદાન થતું હોય છે. આ બંધકોને ગમે ત્યારે રશિયાએ છોડી મૂકવા પડ્યા હોત. પરંતુ વિમાન એક્સિડન્ટના કારણે ભાગ્યે જ કોઈ બચી શક્યું હોય તેવી શક્યતા છે.

તમને જણાવી દઈએ કે પ્લેન ક્રેશમા મોતનો ભોગ બનનાર એ બધા લોકો યુદ્ધકેદી હતા અને તેમને અપહરણ કરીને લઈ જવાતા હતા પણ વચ્ચે જ તેઓ મોતને ભેટ્યા. પ્લેન ક્રેશનું કોઈ કારણ અપાયું નથી.

YC