રશિયાએ ઉડાવી દીધું દુનિયાનું મહાબલી વિમાન, જેમાં ટેન્ક, ટર્બાઇન, મિસાઈલ કઈ પણ લઈ જઈ શકાતું હતું….

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે બંને દેશો વચ્ચે સમાધાનની કોઈ આશા દેખાતી નથી. યુક્રેનમાં રશિયાએ કરેલી તબાહીમાં દુનિયાનું સૌથી મોટું પ્લેન પણ સામેલ છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે રશિયન સેનાએ વિશ્વના સૌથી મોટા વિમાન AN-225 Maria (World Biggest Plane Antonov AN 225 Mriya)ને નષ્ટ કરી દીધું છે.

ત્યારે આજે અમે તમને દુનિયાના આ સૌથી વિશાળ પ્લેન કેવી રીતે બન્યું તેની રોચક કહાની જણાવીશું, જે તમને પણ હેરાન કરી દેશે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, 290 ફૂટની પાંખો ધરાવતું આ વિશ્વનું સૌથી મોટું એરક્રાફ્ટ 1980માં કિવની એન્ટોનોવ ડિઝાઈન બ્યુરો કંપનીએ તૈયાર કર્યું હતું. તેને બનાવવાનું લક્ષ્ય માલનું પરિવહન હતું. તેનો ઉપયોગ સેનાના સૈનિકો દ્વારા થોડા સમય માટે કરવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ પછીથી ઘણા દેશોમાં રાહત સામગ્રી મોકલવા માટે કરવામાં આવ્યો હતો.

આ એરક્રાફ્ટ 640 ટન સુધીનો ભાર ઉપાડી શકે છે. તેણે પ્રથમ વખત 1988માં ઉડાન ભરી હતી. વિશ્વના આ સૌથી મોટા વિમાનનો ઉપયોગ પડોશી દેશોમાં આપત્તિના સમયે ખાદ્યપદાર્થો વહેંચવા માટે કરવામાં આવ્યો છે. કોરોના રોગચાળાના પ્રારંભિક તબક્કામાં, તેનો ઉપયોગ વાયરસથી પ્રભાવિત ઘણા દેશોમાં દવાઓ અને તબીબી ઉપકરણો પહોંચાડવા માટે કરવામાં આવતો હતો.

તમને જણાવીએ કે રશિયાએ આ પ્લેન પર શા માટે હુમલો કર્યો ? છેલ્લા 4 દિવસથી રશિયા યુક્રેનના દરેક ઠેકાણાને નષ્ટ કરવામાં વ્યસ્ત છે જે તેની તાકાત બની શકે છે. એટલા માટે રશિયા યુક્રેનના સૈન્ય મથકોને નષ્ટ કરવામાં વ્યસ્ત છે. રશિયાએ યુક્રેનના હોસ્ટોમેલ એરફિલ્ડ પર કબજો કરી લીધો છે. AN-225 રિપેરિંગ માટે ત્યાં ઊભું કરવામાં આવ્યું હતું. આ રીતે હુમલો કરવામાં આવ્યો હતો.

AN-225 મારિયા પર રશિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે કારણ કે તે યુક્રેનની તાકાતનું પ્રતીક છે. આ પ્લેનના વિનાશ બાદ જ્યાં આ પ્લેન ઊભું હતું ત્યાંની સેટેલાઇટ તસવીરો બહાર પાડવામાં આવી છે. આ વિમાનના નુકશાન અને દેશમાં તબાહી પછી પણ યુક્રેનના લોકો કહે છે કે અમે હારવાના નથી, અમે ફરી એક નવો દેશ બનાવીશું.

Niraj Patel