હેવાનિયત : રૂપાલીએ બુરખો પહેરવાની ના પાડી તો પતિ ઇકબાલે કાપી નાખ્યુ ગળુ, 3 વર્ષ પહેલા કર્યા હતા લવ મેરેજ

બીજા ધર્મમાં લગ્ન કરીને મમ્મી પપ્પાની ઈજ્જત કાઢતી દીકરીઓ સાવધાન: રૂપાલીએ બુરખો પહેરવાની ના પાડી તો ઇકબાલે કાપી નાખ્યુ ગળુ- જાણો સમગ્ર મામલો

મુંબઈની તિલક નગર પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે, જેના પર તેની પત્નીની હત્યાનો આરોપ છે. કથિત રીતે આરોપીએ તેની પત્નીને રાત્રે વાત કરવા માટે બોલાવી હતી અને તેને શેરીમાં લઈ ગયો હતો અને ગળાના ભાગે છરી વડે હુમલો કરી તેની હત્યા કરી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના 26 સપ્ટેમ્બરે રાત્રે લગભગ 10 વાગ્યે બની હતી. આરોપીનું નામ મોહમ્મદ ઈકબાલ શેખ છે અને મૃતકનું નામ રૂપાલી છે. મૃતકના પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલા મોહમ્મદ ઈકબાલ શેખ અને રૂપાલીના લગ્ન થયા હતા.

લગ્નના થોડા દિવસો બાદ ઇકબાલના પરિવારના સભ્યો બંને સાથે રહેવા આવ્યા હતા. તેઓ રૂપાલી પર મુસ્લિમ પદ્ધતિઓ અપનાવવા માટે દબાણ કરી રહ્યા હતા. તેઓ કહી રહ્યા હતા કે ઇસ્લામિક રિવાજોનું પાલન કર, બુરખો પહેર, વગેરે. પરંતુ, રૂપાલીએ એ લોકોની વાત ન સાંભળી. આ બાબતે પરિવારમાં અવારનવાર ઝઘડો થતો હતો. આ દરમિયાન રૂપાલી અને ઈકબાલને એક પુત્ર પણ થયો હતો. પારિવારિક ઝઘડાઓથી નિરાશ રૂપાલીએ અલગ રહેવાનું શરૂ કર્યું.

જો કે પતિ-પત્ની ફોન પર વાતચીત કરતા હતા, પરંતુ ઈસ્લામ અપનાવવાને લઈને ઝઘડો થયો હતો. આજતકના રીપોર્ટ અનુસાર, 26 સપ્ટેમ્બરના રોજ ઇકબાલે રૂપાલીને મળવા બોલાવી હતી. રૂપાલીએ ઈકબાલને છૂટાછેડા આપવા કહ્યું. ઈકબાલે બાળકને ટાંકીને કહ્યું કે તે છૂટાછેડા લઈ શકે નહીં. જે બાદ બંને વચ્ચે ઝઘડો થયો. આરોપ છે કે આ દરમિયાન ઇકબાલ રૂપાલીને નજીકની શેરીમાં ખેંચી ગયો અને તેના પર ચાકુ વડે હુમલો કર્યો.હુમલાને કારણે રૂપાલીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આરોપી ઈકબાલ તરત જ સ્થળ પરથી નાસી ગયો હતો.

પોલીસે આવીને તપાસ શરૂ કરી હતી. ઘટનાના થોડા સમય બાદ તિલક નગર પોલીસે આરોપી ઈકબાલને કસ્ટડીમાં લીધો હતો. આ કેસમાં એવી પણ માહિતી છે કે રૂપાલી ઈકબાલની બીજી પત્ની હતી. ઇકબાલે તેની પ્રથમ પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. આ પછી ઈકબાલે રૂપાલી સાથે લગ્ન કર્યા. પોલીસે આરોપી ઈકબાલ પર આઈપીસી કલમ-302 (હત્યા)નો કેસ નોંધ્યો છે. તેમજ મૃતકના પરિજનોએ કરેલા આક્ષેપોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Shah Jina