16 ફેબ્રુઆરીના રોજ જાણીતા સંગીતકાર બપ્પી લહેરી આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા. તેમના નિધનથી ચાહકો સહિત સેલેબ્સને ઘેરો આઘાત લાગ્યો છે. ત્યાં, તેમનો પરિવાર પણ બપ્પી દાની ખોટથી ખૂબ જ દુઃખી છે. ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા સ્ટાર્સ સંગીતકારના ઘરે તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા અને પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન ગઈકાલે રાત્રે ટીવીનો પોપ્યુલર શો અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી પણ બપ્પી દાના ઘરે તેના અંતિમ દર્શન માટે પહોંચી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
જે તસવીરો સામે આવી છે તેમાં રૂપાલી ગાંગુલીના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ દેખાઈ રહી છે. તેનો ચહેરો બપ્પી દાને ગુમાવ્યાનું દુ:ખ સ્પષ્ટપણે વર્ણવી રહ્યો છે. બપ્પી દાના અંતિમ દર્શન માટે મોડી રાત્રે અભિનેત્રી પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રી બ્લુ પ્રિન્ટેડ સફેદ સૂટમાં જોવા મળી રહી હતી. તમને જણાવી દઈએ કે, રૂપાલી ગાંગુલી અને બપ્પી દા વર્ષોથી એકબીજાને ઓળખતા હતા.
આવી સ્થિતિમાં સંગીતકારની ખોટથી અભિનેત્રીને મોટો આંચકો લાગ્યો છે.આપને જણાવી દઈએ કે, બપ્પી લહેરીના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવી રહ્યા છે. પરિવાર ગઇકાલ સુધી બપ્પી દાના પુત્ર બાપ્પાના અમેરિકાથી પરત ફરવાની રાહ જોઈ રહ્યો હતો, હવે તે આવી ગયો છે ત્યારે બપ્પી દા અનંતની વાટે નીકળ્યા છે. તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.
આજે સવારના રોજ ફૂલોથી સજાયેલી ગાડીમાં બપ્પી દાના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો હતો, ડિસ્કો કિંગ તરીકે જાણીતા બપ્પી દાની છેલ્લા 1 મહિનાથી સારવાર ચાલી રહી હતી પરંતુ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેઓ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી પીડાતા હતા. મંગળવારે તેમની હાલત નાજુક થતાં જ તેમને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
View this post on Instagram
બપ્પી દાએ હોસ્પિટલમાં જ સારવાર દરમિયાન દુનિયાને અલવિદા કહી દીધું. અજય દેવગન, અક્ષય કુમાર અને અનુપમ ખેર સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સે બપ્પી દાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ગઈકાલે અલકા યાગ્નિક, અનુરાધા પૌડવાલ, કાજોલ, તેની માતા તનુજા સહિત ઘણા સેલેબ્સ તેમના ઘરે અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. જણાવી દઈએ કે થોડા કલાકો પહેલા જ બપ્પી લહેરીનો દીકરો બપ્પા મુંબઈ પરત ફર્યો છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, બપ્પી લહેરીએ મુંબઈની જુહૂ સ્થિત ક્રિટિકેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમની સાથે છેક સુધી તેમની દીકરી હતી. તેમની દીકરી રીમાનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. જેમ તે પિતાના પાર્થિવ દેહ સામે હૈયાફાટ રુદન કરી રહી છે.