નાના પડદાનો લોકપ્રિય ડેઇલી શો અનુપમા આજે દરેકના ફેવરિટ શોમાંથી એક બની ગયો છે. આ શોમાં મુખ્ય પાત્ર ભજવી રહેલી અનુપમા અભિનેત્રી રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેના ચાહકો સાથે તસવીરો અને વીડિયો શેર કરી લાઇમલાઇટમાં રહેતી હોય છે. ફરી એકવાર સોશિયલ મીડિયા પર રૂપાલીએ તેના ચાહકોને વિઝ્યુઅલ ટ્રીટ આપી છે.
રૂપાલી ગાંગુલી ઉર્ફે અનુપમાએ તેના તમામ ચાહકોને ખૂબ જ ખાસ ક્રિસમસની શુભેચ્છા પાઠવી છે. દર વખતે નવા ગીતો પર પોતાના શ્રેષ્ઠ ડાન્સ પરફોર્મન્સથી ચાહકોનું મનોરંજન કરનાર રૂપાલીએ આ વખતે ‘મેરી ક્રિસમસ’ વીડિયો શેર કર્યો છે. તે ક્રિસમસ થીમ આધારિત લાલ અને સફેદ રંગના સ્વેટર અને સફેદ ટ્રાઉઝર સાથે જોવા મળી રહી છે, અનુપમાના સ્વેટર પર સાંતા છે.
વિડિયોમાં દેખાતું બેકગ્રાઉન્ડ અનુપમાના સેટનું લાગી રહ્યુ છે, વીડિયો જોઇ એવું લાગે છે કે શાહ પરિવાર શોમાં નવા ટ્વિસ્ટ હેઠળ ક્રિસમસની ઉજવણી કરતો જોવા મળશે. થોડા સમય પહેલા રિલીઝ થયેલો આ વીડિયો 1 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને હજારો લોકોએ તેને લાઈક કર્યો છે. વીડિયોની સાથે રૂપાલીએ કેપ્શનમાં લખ્યું છે- ‘જિંગલ બેલ્સ જિંગલ બેલ્સ, ખુશીની મોસમ. જરૂરિયાતમંદોના સાંતા બનીને તમારા હૃદયને ગરમ કરો.. મને કહો કે તમે કોની નાતાલને ખાસ બનાવી છે, હેપ્પી ક્રિસમસ’.
વીડિયોમાં જોઈ શકાય છે કે અનુપમાના સેટને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યો છે. ચારે બાજુ ક્રિસમસ ટ્રી, ફુગ્ગા, સાંતા અને ઘંટડી છે. આ વીડિયોમાં ચાહકોની ફેવરિટ અનુપમા સાથે એક કૂતરો પણ જોવા મળી રહ્યો છે, જેણે પોતાના માથા પર બેન્ડ બાંધ્યું છે. રૂપાલી આ ડોગને કિસ કરતી પણ જોવા મળી રહી છે.
View this post on Instagram