બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું પ્રવચન સાંભળી રુખસાના બની ગઇ રુકમણિ, હિંદુ રીતિ-રિવાજ અનુસાર પ્રેમી સાથે લીધા ફેરા

મુસ્લિમ છોકરીએ સનાતન ધર્મ અપનાવ્યો, હિન્દુ છોકરા સાથે લગ્ન કર્યા, તૂટી ધર્મની દીવાલ

Rukhsana Became Rukmini : કહેવાય છે કે ધડકનોના પાટા પર જ્યારે પ્રેમની ટ્રેન દોડે છે ત્યારે રસ્તામાં આવતી ધર્મની દીવાલો પણ તૂટી જાય છે. આવું જ એક અનોખું ઉદાહરણ બિહારના વૈશાલીમાંથી સામે આવ્યું. મુસ્લિમ અને સનાતન સંપ્રદાયથી તાલ્લુક રાખનારા બે જીવનભરના સાથી બની ગયા. મુસ્લિમ સમુદાયમાંથી આવતી રૂખસાનાએ સનાતન ધર્મ સ્વીકાર્યો અને તેના હિન્દુ પ્રેમી રોશન સાથે લગ્ન કર્યા.

આ લગ્નમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો પ્રભાવ જોવા મળ્યો હતો. વૈશાલીના લાલગંજ સ્થિત અર્ધનારીશ્વર મંદિરમાં મોટી સંખ્યામાં યુવાનો સહિત સેંકડો લોકો લગ્નના સાક્ષી બન્યા હતા. રોશન કુમારના પરિવારજનો સહિત સમગ્ર વિસ્તારના લોકો આ લગ્નથી ખૂબ જ ખુશ છે. હાજર લોકોએ તાળીઓ પાડીને બંનેની લાગણીઓને આવકારી હતી. બિહારના વૈશાલીમાં પોતાના મુકામ સુધી પહોંચેલી આ પ્રેમકહાની 4 વર્ષ પહેલા ગુલાબી શહેર જયપુરમાં શરૂ થઈ હતી.

મુઝફ્ફરપુરના એક ગામની રહેવાસી રુખસાના અંસારી જયપુરની કોલેજમાં વૈશાલી લાલગંજમાં રહેતા રોશનને મળી હતી. મુલાકાત પરિચયમાં પરિણમી અને પરિચય ધીમે ધીમે પ્રેમમાં ફેરવાઈ ગયો. ખબર નહીં ક્યારે બંને એકબીજાની એટલી નજીક આવી ગયા કે જીવનભર સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી. રૂખસાના અને રોશનના લગ્ન વચ્ચે ધર્મની દિવાલ ઉભી થઇ. રુખસાનાએ રોશનની સાથે ચાલવાનો મોટો નિર્ણય લીધો.

બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીના પટના કાર્યક્રમથી તે પ્રભાવિત થઈ અને તેણે પોતે જ ધર્મ બદલવાનો નિર્ણય કર્યો. નદીના પવિત્ર પાણીથી રૂખસાનાનું હિન્દુ ધર્મમાં રૂપાંતર કરવામાં આવ્યું અને તેનું નામ રૂકમણી રાખવામાં આવ્યું. આ અનોખા લગ્નને જોવા માટે અનેક ગામડાઓમાંથી લોકો ઉમટી પડ્યા હતા. બધાએ મળીને વર-કન્યાને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે રૂખસાના એટલે કે રુકમણીએ આગળ આવીને મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતા.

તેણે કહ્યું કે પટનામાં જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીનું પ્રવચન થયું ત્યારે તેને પ્રેરણા મળી. પ્રેમ ખાતર તેણે હિન્દુ બનવાનું સ્વીકાર્યું અને તે રુખસાનામાંથી રૂકમણી બની ગઇ. તેણે જણાવ્યું કે તે લગ્નથી ખૂબ જ ખુશ છે તો બીજી તરફ રોશનના માતા-પિતાએ પણ કહ્યું કે તેઓ તેમના પુત્ર અને પુત્રવધૂના નિર્ણયથી ખૂબ જ ખુશ છે. આ લગ્ન યુવાનો માટે એક ઉદાહરણ બનશે.

Shah Jina