સાઉથની “RRR” અને હોલીવુડની “થોર” જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા આ ખ્યાતનામ અભિનેતાનું થયું ફક્ત 58 વર્ષની ઉંમરમાં નિધન, રાજામૌલીએ આપી શ્રધાંજલિ

મનોરંજન જગતમાંથી સામે આવ્યા વધુ એક દુઃખદ સમાચાર, ઓસ્કર વિનિંગ ફિલ્મ “RRR”ના આ અભિનેતાનું થયું નિધાન, SS રાજામૌલીએ કહ્યું, “શોકિંગ..”

Ray Stevenson Death મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબર આવવાનો સિલસિલો ચાલુ જ છે. છેલ્લા થોડા સમયમાં જ ઘણા બધા કલાકારોએ આ દુનિયાને અલવિદા આખી દીધું છે અને તેમના નિધન બાદ ઇન્ડસ્ટ્રી સાથે ચાહકોમાં પણ શોકનો માહોલ છવાઈ જતો હોય છે, ત્યારે હાલ વધુ એક ખબરે શોકનો માહોલ છવાઈ દીધો છે.

ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ ‘RRR’ના અભિનેતા રે સ્ટીવનસનનું 58 વર્ષની વયે રવિવારે ઇટાલીમાં અવસાન થયું હતું. ડેડલાઈનના અહેવાલ પ્રમાણે તેમના પ્રતિનિધિએ ઇન્ડિપેન્ડન્ટ ટેલેન્ટ દ્વારા તેમના દુઃખદ નિધનની પુષ્ટિ કરવામાં આવી છે.  અભિનેતાના નિધનથી દરેક જણ આઘાતમાં છે. તેમના મૃત્યુ પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

ટીમ RRRએ સોશિયલ મીડિયા પર લખ્યું, ‘આપણા બધા માટે આઘાતજનક સમાચાર! રેસ્ટ ઈન પીસ, રે સ્ટીવનસન. તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો, સર સ્કોટ.’ રે સ્ટીવનસને એસએસ રાજામૌલીની પીરિયડ એક્શન ડ્રામા ફિલ્મ ‘RRR’માં નેગેટિવ રોલ ભજવ્યો હતો અને તેના અભિનયને જંગી પ્રતિસાદ મળ્યો હતો.

આ ફિલ્મમાં એક્ટર રામ ચરણ અને જુનિયર એનટીઆર લીડ રોલમાં હતા. આલિયા ભટ્ટ અને અજય દેવગનનો કેમિયો હતો. ફિલ્મના ગીત ‘નાટુ નાટુ’ને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત, રે માર્વેલની ‘થોર’ ફ્રેન્ચાઇઝીમાં વોલ્સ્ટાગ અને ‘વાઇકિંગ્સ’માં અન્ય ભૂમિકાઓ માટે પણ જાણીતા હતા.

તેણે એનિમેટેડ સ્ટાર વોર્સ શ્રેણી ‘ધ ક્લોન વોર્સ’ અને ‘રિબેલ્સ’માં ગાર સેક્સનને પણ અવાજ આપ્યો છે અને તે ડિઝની પ્લસની આગામી ‘ધ મેન્ડલોરિયન’ સ્પિનઓફ ‘અશોકા’માં રોઝારિયો ડોસન સાથે જોડાવા માટે તૈયાર હતો.  યુએસ સ્થિત આઉટલેટ ડેડલાઈન મુજબ, રે સ્ટીવનસનનો જન્મ 25 મે, 1964ના રોજ ઉત્તરી આયર્લૅન્ડના લિસ્બર્નમાં થયો હતો.

તેણે 1990 ના દાયકાની શરૂઆતમાં યુરોપિયન ટીવી શ્રેણી અને ટેલિફિલ્મ્સમાં દેખાતા તેની સ્ક્રીન કારકિર્દીની શરૂઆત કરી. તેની પ્રથમ મુખ્ય સ્ક્રીન ક્રેડિટ હેલેના બોનહામ કાર્ટર અને કેનેથ બ્રાનાગ સાથે પોલ ગ્રીનગ્રાસના 1998 ના નાટક ‘ધ થિયરી ઓફ ફ્લાઇટ’માં હતી. તે એન્ટોઈન ફુકાની ‘કિંગ આર્થર’ (2004), લેક્સી એલેક્ઝાન્ડરની ‘પનિશર: વોર ઝોન’ (2008), હ્યુજીસ બ્રધર્સની ‘ધ બુક ઑફ એલી’ (2010) અને એડમ મેકકેની ‘ધ અધર ગાય્સ’ (2010)માં પણ જોવા મળ્યો હતો.

Niraj Patel