ભિખારીએ એક એક રૂપિયો ભેગો કરીને જીવન વિતાવ્યું, પરંતુ મરતા પહેલા એવું કામ કર્યું કે અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું, જુઓ વીડિયો

આપણે બધા જ જાણીએ છીએ કે આપણા મૃત્યુ બાદ આપણી પાછળ કઈ જ નથી આવતું, આપણા રૂપિયા, પૈસા, ગાડીઓ, આલીશાન ઘર અને અહીંયા સુધી કે તમે જેને અઢળક પ્રેમ કરતા હોય તે પણ તમારી સાથે નથી જ આવવાનું. પરંતુ તમારા જીવન દરમિયાન તમે જે કામ કર્યા છે તેની નોંધ હંમેશા લેવાતી હોય છે, અને આ નોંધ તમારી અંતિમ યાત્રા દરમિયાન ઉમટી પડેલી લોકોની ભીડ દ્વારા જોવા મળે છે.

હાલ એક ભિખારીની અંતિમ યાત્રામાં હજારો લોકો ભીની આંખે તેને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા હતા. આ ઘટના બની છે કર્ણાટકના વિજયનગર જિલ્લાના હડગલીમાં. જ્યાં 12 નવેમ્બરના રોજ એક બસે ભિખારીને ટક્કર મારી દીધી હતી, જેના કારણે તેનું મોત થઇ ગયું હતું. આ ભિખારીનું નામ બસવા ઉર્ફ હુચ્ચા બસ્યા હતું. લોકોના મનમાં તેના માટે ખુબ જ સંવેદના હતી.

આ વ્યક્તિ ભીખ માંગી અને પોતાનું જીવન ગુજારાતો હતો, તે ભીખ તો માંગતો હતો, પરંતુ કોઈની પાસેથી એક રૂપિયાથી વધારે લેતો નહોતો. તે ભીખમાં ફક્ત એક રૂપિયો લેતો હતો. જો કોઈ વ્યક્તિ તેને વધારે પૈસા આપે તો તે પૈસા પરત કરી દેતો હતો. જો કે તે માનસિક રૂપે કમજોર હતો.

અહીંયાના કેટલાક લોકોનું એમ પણ માનવું હતું કે મૃતક ભિખારી જે કહેતો હતો તે વાત સાચી પણ પડતી હતી. જેના કારણે પણ લોકોના મનમાં તેના વિશે આદર હતો. આજ કારણે તેની અંતિમ યાત્રામાં આટલી મોટી ભીડ જોવા મળી હતી. મૃતક ભિખારીની ઉંમર 45 વર્ષ જણાવવામાં આવી રહી છે.

ગત રવિવારના રોજ તેની અંતિમ યાત્રા નીકળી હતી. આ અંતિમ યાત્રામાં બેન્ડ દ્વારા સંગીત પણ વગાડવામાં આવ્યું અને આખું ગામ તેને અંતિમ વિદાય આપવા માટે આવી પહોંચ્યું હતું, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ઇન્ટરનેટ ઉપર પણ લોકો આ ભિખારીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Niraj Patel