ધાર્મિક-દુનિયા

રોટલી બનાવતા પહેલા અને પછી જરૂર કરો આ કામ, જીવનમાં ક્યારેય ગરીબી જોવાનો વારો નહીં આવે

ભારત વિભિન્ન સંસ્કુતિઓનો દેશ છે. અહીં ઘણા ધર્મ અને જાતિના લોકો રહે છે. ભારતના અલગ અલગ વિભાગોમાં લોકોની રહેણી કરણી અને ખાન પાન પણ અલગ અલગ હોય છે. એવામાં દરેક જગ્યા પર ઘણા પ્રકારના વ્યંજન પણ બનાવામાં આવે છે. પણ સમગ્ર દુનિયામાં એક એવી વસ્તુ છે જેને દરેક ઘરમાં બનાવામાં આવે છે. અમે વાત કરી રહ્યા છીએ રોટલીની. તમે અઠવાડિયામાં ગમે તે વસ્તુ ખાઈ લો પરંતુ જ્યા સુધી બે-ત્રણ વાર રોટલી ના ખાઓ ત્યાં સુધી જાણે કે પેટને ઠંડક નથી મળતી. કદાચ આ જ કારણ છે કે ભારતના લગભગ દરેક ઘરોમાં રોટલી બનાવામાં આવે છે.

રોટલીને આપણે પૈષ્ટિક ખોરાક તરીકે પણ ઓળખીએ છીએ. મોટાભાગના ઘરોમાં ઘઉંની જ રોટલી બનતી જોવા મળે છે. અને એમાં પણ ગુજરાતના ઘરે ઘરમાં રોટલી બનતી હોય છે. એ ઘર પછી કોઈ ગરીબનું હોય કે પછી કરોડપતિનું. દરેકના ઘરમાં રોટલી બનતી હોય છે. પરંતુ શું આપ જાણો છો કે રોટલી બનાવવાનો સીધો સંબંધ આપણા ભાગ્ય સાથે પણ જોડાયેલો છે ?

Image Source

દરેક વ્યક્તિ ઇચ્છતા હોય છે કે તે જીવનમાં ક્યારેય પણ ગરીબીનું દુઃખ ન જુએ. પણ ઘણીવાર ખરાબ કિસ્મતના લીધે સારા સારા ધનવાન લોકો પણ રસ્તા પર આવી જાતા હોય છે, એવામાં જો તમે ઈચ્છો કે તમારા ઘર પર સમસ્યા ન આવે તો તમારે રોટલી બનાવતા સમયે અમુક ખાસ વાતોનું ધ્યાન રાખવું પડશે.તેના માટે તમે જયારે પણ તમે ઘરના લોકો માટે રસોડામાં રોટલી બનાવા માટે જાવ ત્યારે પહેલા અને પછી અમુક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ વિશેષ કામથી તમારા ઘરમાં સમૃદ્ધિ હંમેશા બની રહેશે. આવો તો તમને જણાવીએ કે કઈ કઈ બાબતોનું ધ્યાન તમારે રાખવું પડશે…

Image Source

રોટલી બનાવતા પહેલા કરો આ કામ:

જયારે પણ તમે રોટલી બનાવાનું શરૂ કરો છો ત્યારે સૌથી પહેલી રોટલી ગાયના નામની બનાવો. ગાયને હિન્દૂ ધર્મમાં પવિત્ર માનવમાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ગાયની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે. એવામાં જયારે પણ આપણે ગાયને રોટલી ખવડાવીએ છીએ તો આપણને આ 33 કરોડ દેવી-દેવતાઓના આશીર્વાદ મળે છે.  મોટાભાગે લોકો ગાયને રોટલી તો આપતા હોય છે પરંતુ તે વાસી કે બચેલી રોટલી હોય છે. એવામાં જો તમે સૌથી પહેલા ગાયની એક રોટલી બનાવીને અલગ રાખી દેશો અને પછી તેને આ રોટલી આપશો તો તમને ખુબ જ પુણ્ય મળશે. આવું કરવાથી પરિવારનું ભાગ્ય ચમકે છે અને ઘરમાં ધન અને અન્નની સમૃદ્ધિ હંમેશા બની રહે છે. જો તમે ગાયને રોટલી આપીને વધુ ધન કમાવા માંગો છો તો ગુરુવારના દિવસે રોટલી માં ઘી અને ગોળ લગાવી ગાયને ખવડાવો. આમ કરવાથી તમને સારો ફાયદો થશે.

Image Source

રોટલી બનાવ્યા પછી કરો આ કામ:
જેવી રીતે તમે પહેલી રોટલી ગાયના નામની બનાવો છો તેવી જ રીતે છેલ્લી રોટલી કુતરાના નામની પણ બનાવો. કૂતરાને જયારે તમે આ રોટલી આપો છો તો તમારા ઘરની નકારાત્મક ઉર્જા બહાર ચાલી જાય છે, સાથે જ તમારો પરિવાર પણ લોકોની ખરાબ નજરથી બચી જાય છે. જો ઘરના કોઈ વ્યક્તિનો ખરાબ સમય ચાલી રહ્યો છે તો શનિવારના દિવસે કાળા કૂતરાને રોટલી ખવડાવો. તેનાથી ઘરના વ્યક્તિનો ખરાબ સમય પણ ચાલ્યો જશે.

Image Source

તો જયારે પણ રોટલી બનાવવા બેસો ત્યારે આ બે બાબતોનું ધ્યાન રાખી પોતાના પરિવારને આર્થિક તંગીમાંથી બચાવી શકાય છે. તો આજથી જ “પહેલી રોટલી ગાયની, છેલ્લી રોટલી કૂતરાની.”

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.