આ વ્યક્તિએ પકડીએ છે દુનિયાની અજીબો ગરીબ માછલીઓ, એક જીવ તો હતો ચીઝ બર્ગર જેવો, જુઓ દુર્લભ દરિયાઈ જીવો જેને આજ સુધી નહિ જોયા હોય

દુનિયાની અંદર અજીબો ગરીબ દેખતા ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ તમને જોવા મળશે, ઘણા એવા દુર્લભ પ્રાણીઓ અને પક્ષીઓ હોય છે જેને ઘણા લોકો જીવનમાં પહેલીવાર જોતા હોય છે અને તેમને જોઈને અચરજ પણ થતી હોય છે, હાલ સોશિયલ મીડિયામાં એવી જ દુર્લભ માછલીઓની તસવીરો વાયરલ થઇ રહી છે, જેને જોઈને તમે પણ હેરાન રહી જશો.

એક માછીમારે વિચિત્ર દેખાતી માછલી પકડી છે. જે દેખાવમાં ખૂબ જ અનોખી છે, પરંતુ જો તેને ધ્યાનથી જોવામાં આવે તો આ માછલી ‘બેબી ડ્રેગન’ની યાદ અપાવે છે. સાથે જ આ માછલી પકડનાર માછીમારે પહેલીવાર આવી અનોખી માછલી નથી પકડી, તેણે અલગ અને ખાસ માછલી પકડી છે. તે આ પહેલા પણ આવી ઘણી ખાસ માછલીઓ અને દરિયાઈ જીવોને પકડી ચૂક્યો છે. તે ફોટોગ્રાફર પણ છે, જ્યારે ઈન્સ્ટાગ્રામ પર તેના 6 લાખથી વધુ ફોલોઅર્સ છે.

આ ખાસ અને અનોખી માછલી એક રશિયન માછીમાર દ્વારા પકડવામાં આવી હતી. 39 વર્ષીય રોમન ફેડોર્ટસેવ ઘણી વખત કૉડ, હેડોક અને મેકરેલ જેવી ઘણી માછલીઓ પકડવા માટે ટ્રોલરનો ઉપયોગ કરે છે, તે ક્યારેક દરિયાની સપાટીથી 3 હજાર ફૂટ નીચે પણ માછલી પકડવા જાય છે.

તાજેતરમાં જ તેની જાળમાં આવી માછલી પકડાઈ હતી, જે તેના ખાસ દેખાવને કારણે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઓનલાઈન યુઝર્સે તેને નવું નામ ‘ન્યુબોર્ન બેબી ડ્રેગન’ આપ્યું. જે દેખાવમાં ખૂબ જ ખાસ છે. જો કે, બાદમાં આ માછલીની ઓળખ ચિમેરા તરીકે થઈ છે. જે કાર્ટિલેજીનસ માછલી છે. કાર્ટિલેજિનસ માછલીને ઘોસ્ટ શાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે.


રોમન ફેડોરાએ તાજેતરમાં ઘણા અદ્ભુત અને અનન્ય દેખાતા અદ્ભુત દરિયાઈ જીવો શોધી કાઢ્યા છે. આ તમામ જીવોએ ઈન્ટરનેટ પર ઘણી હેડલાઈન્સ બનાવી હતી. ફેડોર્ટસેવે ઉત્તર રશિયાના નોર્વેજીયન અને બેરેન્ટ્સ સમુદ્રમાંથી મોટાભાગના દરિયાઈ જીવો શોધી કાઢ્યા હતા. આ ઉપરાંત તેને એટલાન્ટિક મહાસાગરની ઊંડાઈમાંથી ઘણા વિચિત્ર દેખાતા જીવો પણ મળ્યા.

રોમન ફેડોર્ટસેવે પકડેલા અનેક દરિયાઈ જીવોના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. એક દરિયાઈ પ્રાણીની તસ્વીર પણ તેને શેર કરી હતી અને આ દરિયાઈ જીવ એકદમ ચીઝ બર્ગર જેવું જ દેખાતું હતું. ચીઝ બર્ગર જેવા દેખાતા આ દરિયાઈ જીવની તસવીર પણ યુઝર્સને ખુબ જ પસંદ આવી હતી.

રોમન ફેડોર્ટસેવેનું એકાઉન્ટ આવા જ દરિયાઈ જીવોથી ભરેલું પડ્યું છે, તેના દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો અને વીડિયોને પણ લોકો ખુબ જ પસંદ કરતા હોય છે અને આવા અનોખા જીવને જોવાનો અવસર પણ ઘણા લોકોને જીવનમાં પહેલીવાર મળતો હોય છે. તમે પણ પહેલીવાર આવા જીવ જોયા હશે.

Niraj Patel