રોલ્સ રોયસ દ્વારા બનાવવામાં આવી દુનિયાની સૌથી મોંઘી કાર, કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે, જાણો તેના શાનદાર ફીચર્સ

દુનિયાની સાથી મોંઘી કાર હવે લોન્ચ થઇ ચુકી છે. આ લકઝરી કારને બનાવવામાં આવી છે પ્રખ્યાત કંપની રોલ્સ રોયસ દ્વારા. આ કારનું નામ છે બોટ તેલ અને તેની કિંમત વિશે જો વાત કરવામાં આવે તો તે ખરીદવી કોઈ સામાન્ય વ્યક્તિની હેસિયતની વાત નથી.

આ શાનદાર કારની કિંમત કંપની દ્વારા 20 મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 200 કરોડ રૂપિયા છે. ખાસ વાત એ છે કે આ કારને ચાર વર્ષની મહેનત બાદ રોલ્સ રોયસ કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે. ચાલો જાણીએ આ કાર વિશેની કેટલીક શાનદાર વાતો.

રોલ્સ રોયસની આ બોટ તેલ કાર ચાર સીટ વાળી લકઝરી કર છે અને આ 19 ફૂટ લાંબી છે. આ પહેલી એવી રોલ્સ રોયસ કાર છે જેને લકઝરી કાર નિર્માતાના નવા કોચબિલ્ડ પ્રોગ્રામ અંતર્ગત બનાવવામાં આવી છે. આ કાર રોલ્સ રોયસની સ્વેપ ટેલ કારથી પ્રેરિત છે. બોટ ટેલ સ્વેપ ટેલ જ રોલ્સ રોયસની સૌથી મોંઘી કાર હતી.

રોલ્સ રોયસની આ શાનદાર લકઝરી કારના શાનદાર ફીચર્સમાં તેનું હલકું અને પાતાળ સ્ટેરીંગ વ્હીલ પણ સામેલ છે. આ કારની અંદર શેમપેન માટે અલગ અલગ કુલર આપવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે આબોટ ટેલ કારના ત્રણ અલગ અલગ મોડેલ લોન્ચ કરવામાં આવ્યા છે.

આ કારની સૌથી આકર્ષક વસ્તુ છે તેનું હાથથી પેઇન્ટ કરેલું ભૂરું બોનેટ. આ ઉપરાંત કારનો પાછળનો ભાગ કોઈ લકઝરી સ્પીડ બોટ જેવો દેખાય છે. આ ખુલવા ઉપર પતંગિયાની પાંખ જેવો દેખાય છે. આ કારની અંદર હોલીડે અને પીકનીક મનાવવા માટેની બહી જ સુવિધાઓ આપવામાં આવી છે.

આ ઉપરાંત આ કારની અંદર 15 સ્પીકરની સરાઉન્ડ સિસ્ટમ પણ છે. આ સિસ્ટમ કંઈક એવી રીતે મોડીફાઇડ કરવામાં આવી છે જેના કારણે કારનું પ્લેટફોર્મ એક સાઉન્ડ બોક્સની જેમ ઉપયોગ કરી શકાય. આ કાર માટે સ્વીત્ઝર્લેન્ડની એક પ્રતિષ્ઠિત ઘડિયાળ બનાવવા વાળી કંપની બોવી 1822 દ્વારા એક ખાસ ઘડિયાળ પણ તૈયાર કરવામાં આવી છે.

વાત કરીએ આ કારના એન્જીનની તો આ કારમાં એજ એન્જીનનો ઉપયોગ થયો છે જે રોલ્સ રોય કલિનન, ફેન્ટમ અને બ્લેક બેજ જેવી લકઝરી કારમાં કરવામાં આવે છે. v12 6.75 બાઈટર્બો એન્જીન 563 એચપીની પાવર આપવામાં સક્ષમ છે.

Niraj Patel