કામવાળીની છુટ્ટી કરવા માટે આવી ગયા છે રોબોટ ક્લીનર, હવે ધૂળ-માટીની ખેર નથી…

કામવાળીની કચકચ આજથી બંધ થઇ જશે, આ એક વસ્તુ લઇ આવો…..જાણો શું છે કિંમત અને બધી માહિતી

જો તમે કામવાળીના રોજિંદા કામથી પરેશાન છો, અને કચકચથી કંટાળી ગયા છો તો ઘરે લઇ આવો રોબોટ વેક્યુમ ક્લીનર. રોબોટ વેક્યૂમ ક્લીનર માત્ર એક ક્લિકમાં ઘરના દરેક ખૂણાને ચમકાવી શકશે. આજકાલ માર્કેટમાં ઘણી સ્માર્ટ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. ફેન હોય કે ટીવી, બધું જ સ્માર્ટ થઈ ગયું છે. એ જ રીતે, આજકાલ ઘરની સફાઈ માટે નાના કદના સ્માર્ટ રોબોટ પણ ઉપલબ્ધ છે. તેઓ સરળતાથી ઘરની સાફ સફાઇ કરે છે. તો આવો જાણીએ…

બજારમાં ઘણા સ્માર્ટ રોબોટ ક્લીનર્સ ઉપલબ્ધ છે, જે તમને તમારા ઘરની સફાઈ કરવામાં મદદ કરે છે. એમાંથી જ એક છે રિયલમી ટેકલાઈફ રોબોટ વેક્યુમ ક્લીનર.. ગ્રાહકો આ સ્માર્ટ વેક્યુમ ક્લીનરને કંપનીની સાઈટ પરથી લગભગ 25 હજાર જેટલા રૂપિયામાં ખરીદી શકે છે. આ એક સ્માર્ટ વેક્યુમ ક્લીનર છે જે ઘરના દરેક ખૂણાને આપમેળે સાફ કરે છે. આ ઉપકરણમાં નેવિગેશન માટે લેઝર આપવામાં આવ્યું છે. તેની સાથે તેમાં 5,200mAhની બેટરી આપવામાં આવી છે,

જેથી તે લાંબા સમય સુધી કામ કરી શકે. તે Realme Link એપ દ્વારા કનેક્ટ કરીને રિમોટલી પણ ઓપરેટ કરી શકાય છે. તેમાં ગૂગલ આસિસ્ટન્ટ અને એમેઝોન એલેક્સા માટે પણ સપોર્ટ છે. તેમાં પાણીની મોટી ટાંકી પણ ઉપલબ્ધ છે. આ સાથે, વપરાશકર્તાઓ કસ્ટમાઇઝેશન દ્વારા નો મોપિંગ એરિયા પણ સેટ કરી શકે છે. આ નાનો રોબોટ તેના સ્માર્ટ મેપિંગ દ્વારા દરેક ખૂણાને સરળતાથી સાફ કરી શકે છે. તમે તેને સફાઈ માટે પણ શેડ્યૂલ કરી શકો છો. તે નાનામાં નાના કણોને પણ સાફ કરવાની ક્ષમતા ધરાવે છે.

આ ઉપરાંત બીજુ એક ક્લીનર છે ILIFE રોબોટિક વેક્યુમ ક્લીનર, જેની કિંમત લગભગ 29 હજાર જેટલી છે. તમે આ રોબોટિક વેક્યુમ ક્લીનર કાર્પેટ, હાર્ડફ્લોરને સારી રીતે સાફ કરવા માટે લાવી શકો છો. તે 3 ઇન 1 મલ્ટી ફ્લોર મોપિંગ ફીચર સાથે આવે છે. આ રોબોટ ક્લીનરમાં તમને Wi-Fi, Alexa કનેક્શન મળે છે. તે રોબોટિક ફ્લોર ક્લીનર 3000Pa સાથે આવે છે, જે તમને સમયસર ઘર સાફ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત પણ માર્કેટમાં અલગ અલગ કંપનીના ઘણા રોબોર્ટ વેક્યુમ ક્લીનર મળી જશે. તમે ઓનલાઇન તેને ચેક કરી ખરીદી શકો છો.

Shah Jina