આ ભાઈએ પોતાના હાથે આખો રોડ ઉખાડી નાખ્યો અને 3.8 કરોડના ખર્ચે બનેલા રોડની પોલ ખોલી નાખી, વીડિયો જોઈને તમે પણ કહેશો, “હાય રે ભ્રષ્ટાચાર”, જુઓ

ભ્રષ્ટાચારીઓની પોલ ખોલી નાખી આ ભાઈએ, પોતાના હાથે જ ઉખાડી નાખ્યો 3.8 કરોડના ખર્ચે બનેલો નવો નક્કોર રોડ, જુઓ વીડિયો

આપણા દેશમાં તમને ઘણી જગ્યાએ ભ્રષ્ટાચાર થતો જોવા મળે છે, મોટાભાગના કામો ટેબલ નીચેથી પૈસા આપીને જ થતા હોય તેમ લાગે છે, તો નેતાઓ હોય કે સરકારી બાબુઓ દરેક કામમાં ભ્રષ્ટાચાર કરતા જોવા મળતા હોય છે. આવી ઘણી ઘટનાઓ પણ સામે આવી છે જેમાં કેટલાક લોકો આવા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતા હોય છે, હાલ એક એવો જ વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ રોડ ઉખાડીને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરે છે.

આ ઘટના ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાંથી સામે આવી છે. જ્યાં એક વ્યક્તિએ વિભાગના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે પોતાના હાથે જ રોડ ઉખાડી નાખ્યો અને બતાવ્યું કે રોડ નિર્માણનું કામ કેવી રીતે પૂર્ણ કરવામાં આવ્યુ છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ થોડી જ સેકેન્ડમાં રોડને ઉખાડી નાખે છે.

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ રોડ લગભગ 3.8 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. વીડિયોમાં વ્યક્તિ રોડને પોતાના હાથે જ ઉખાડી રહ્યો છે અને તેના દ્વારા જાણી શકાય છે કે રોડ કેટલો હલકી ક્વોલિટીનો બનાવવામાં આવ્યો છે. ત્યારે હવે લોકો રોડની આ દુર્દશા માટે વિરોધ પ્રદર્શન કરવાની પણ તૈયારી કરી રહ્યા છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોના જવાબમાં પ્રશાસનના અધિકારીઓએ આ ખરાબ રોડની દૃદર્શા વિશેની તપાસ કરવા અને સમારકામ કરવાની બાંહેધરી આપી. ઇન્ટરનેટ પર પણ આ રોડનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને આ બબિત અધિકારીઓ પણ પોતાના અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે.

Niraj Patel