મહાકુંભ જઇ રહેલા 8 લોકોને નડ્યો અકસ્માત; બધાએ ઘટનાસ્થળે જ તોડ્યો દમ; ચારે બાજુ લાશોનો ઢગલો, જુઓ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની, જેમાં આઠ લોકોના મોત નિપજ્યા છે. આ બધા લોકો જયપુરથી પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા. આ અકસ્માત દુદુ વિસ્તારમાં થયો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, એક કાર અને રોડવેઝ બસ વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે બસનું ટાયર ફાટવાને કારણે તે બેકાબુ થઈ ગઈ અને ડિવાઈડરની બીજી બાજુ પહોંચી કાર સાથે અથડાઈ.

આ અકસ્માતમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે ઘણા ઘાયલ પણ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતકોની ઓળખ કરી અને તેમના પરિવારજનોને ઘટના વિશે જાણ કરી. બીજી તરફ, અકસ્માતને કારણે રસ્તા પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. એસએચઓએ આ મામલે જણાવ્યું કે જોધપુર રોડવેઝ ડેપોની બસ જયપુરથી અજમેર જઈ રહી હતી ત્યારે અચાનક બસના ટાયરમાં વિસ્ફોટ થયો, ત્યારબાદ ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો અને બસ ડિવાઈડર તોડી અજમેરથી જયપુર જઇ રહેલી ઇકો કાર સાથે અથડાઈ.

કારમાં મુસાફરી કરી રહેલા 8 લોકોના મોત થયા છે. બધા મૃતકો ભીલવાડાના કોટડી વિસ્તારના રહેવાસી પુરુષો હતા. તમામ પ્રયાગરાજમાં મહાકુંભ સ્નાન કરવા જઈ રહ્યા હતા પરંતુ તે પહેલાં જ તેઓ અકસ્માતનો ભોગ બન્યા. મૃતકોની ઓળખ દિનેશ રેગર, નારાયણ, બબલુ મેવાડા, કિશન, રવિકાંત, પ્રમોદ સુથાર, બાબુ રેગર અને પ્રકાશ મેવાડા તરીકે થઈ છે.

બસના મુસાફરો મોહન સિંહ, માયા નાયક અને ગુન્નુ ઘાયલ થયા હતા, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ક્રેનની મદદથી પોલીસે બસ અને ક્ષતિગ્રસ્ત કારને રસ્તા પરથી દૂર કરી અને વાહનવ્યવહાર ફરી શરૂ કર્યો. અકસ્માત એટલો ગંભીર હતો કે બસ સાથે અથડાયા બાદ કારના પરખચ્ચા ઉડી ગયા હતા. કારમાં ફસાયેલા મૃતદેહોને ખૂબ જ મુશ્કેલીથી બહાર કાઢવામાં આવ્યા હતા.

Shah Jina
error: Unable To Copy Protected Content!