ટાટાની આ કંપનીનો શેર ક્યારેક હતો ₹290 પર, હવે આવી ગયો છે સીધો ₹73 પર…

ભૂખ ભેગા કર્યા ટાટાના આ શેર, 290 માંથી આવ્યો 73 રૂપિયા, જુઓ તમારી પાસે તો નથી ને ક્યાંક

ટાટા ગ્રુપની કંપની ટાટા ટેલિસર્વિસિસ (મહારાષ્ટ્ર) લિમિટેડના શેર સતત ફોકસમાં છે. કંપનીના શેર 6 જાન્યુઆરીએ રૂ. 73 પર આવી ગયા. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 10% અને એક મહિનામાં 2%નો વધારો થયો છે. છ મહિનામાં ટાટાનો આ શેર 20% ઘટ્યો છે. એક વર્ષમાં તેમાં 22% સુધીનો વધારો જોવા મળ્યો.

તાજેતરમાં, શેરબજારના એનાલિસ્ટ સુગંધા સચદેવાએ TTML ને રૂ. 75.30 ના ભાવે વેચવાની અને તેનો લક્ષ્ય ભાવ રૂ. 72 અને સ્ટોપ લોસ રૂ. 77 ના ભાવે નક્કી કરવાની સલાહ આપી હતી. છેલ્લા પાંચ વર્ષમાં કંપનીના શેર 2300% સુધી ચઢી ગયા છે. આ સમયગાળા દરમિયાન, તેની કિંમત 3 રૂપિયાથી વધીને 73 રૂપિયા થઈ છે.

જણાવી દઈએ કે જાન્યુઆરી 2022માં કંપનીના શેર 290 રૂપિયાના ભાવે હતા. એટલે કે અત્યાર સુધીમાં તેમાં 74 ટકા જેટલો ઘટાડો થયો છે. કંપનીના શેરનો 52 વીક હાઇ 111.40 છે જ્યારે 52 વીક લો 65.05 છે. તેનું માર્કેટ કેપ ₹14.32 હજાર કરોડ છ. ટાટા ટેલિસર્વિસિસ લિમિટેડ તેની પેટાકંપની ટાટા ટેલિસર્વિસિસ (મહારાષ્ટ્ર) લિમિટેડ સાથે મળીને એક ભારતીય ઇન્ટરનેટ સેવા પ્રદાતા અને IT સેવાઓ કંપની છે જેનું મુખ્ય મથક મુંબઈ, ભારતમાં છે. તે ભારતમાં BSE અને NSE પર લિસ્ટેડ છે.

કંપની એન્ટરપ્રાઇઝ ગ્રાહકોને વિવિધ વાયરલાઇન વોઇસ, ડેટા, ક્લાઉડ અને SaaS સોલ્યુશન્સ પૂરા પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ટાટા ટેલિસર્વિસિસ મહારાષ્ટ્ર લિમિટેડ (TTML) ની સ્થાપના 13 માર્ચ 1995ના રોજ થઈ હતી.

Shah Jina