RCBના આ પ્લેયરે RRના પ્લેયર સાથે કરી ખુબ જ શરમ જનક હરકત, મેદાન ઉપર બાખડ્યા બાદ મેચ પછી પણ.. જુઓ વીડિયો

IPLનો રોમાંચ હવે ચરમસીમાએ પહોંચી રહ્યો છે, દરેક મુકાબલો ખુબ જ મજેદાર બની રહ્યો છે, દરેક ટીમ પ્લેઓફમાં પહોંચવા માટે તનતોડ મહેનત પણ કરી રહી છે, ત્યારે આ સીઝનમાં યુવા ખેલાડીઓ દર્શકોનું દિલ જીતતા જોવા મળી રહ્યા છે, ગઈકાલે પણ એવી રોમાંચક મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે યોજાઈ, જેમાં રાજસ્થાનની ટીમે વિજય મેળવ્યો, પરંતુ મેચમાં એવી ઘટના પણ બની જેને ચર્ચાનો માહોલ ગરમ કર્યો.

રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં એક ચોંકાવનારી બાબત સામે આવી છે. મેચની પ્રથમ ઈનિંગ દરમિયાન રિયાન પરાગ અને હર્ષલ પટેલ વચ્ચે બોલાચાલી થઈ હતી. ક્રિકેટમાં આપણે ઘણી વખત બે ખેલાડીઓને મેદાન પર એકબીજા સાથે દલીલ કરતા જોયા છે, પરંતુ આ બંને ખેલાડીઓ વચ્ચેની લડાઈ અહીં જ ખતમ થઈ નહિ. મેચ સમાપ્ત થયા બાદ હર્ષલ પટેલે કંઈક એવું કર્યું જેણે રમતની ભાવનાને ઉડાવી દીધી.

રાજસ્થાન રોયલ્સની ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં હર્ષલ પટેલની બોલ પર રિયાન પરાગે બે સિક્સર ફટકારી ત્યારે વિવાદ શરૂ થયો હતો. રાજસ્થાન રોયલ્સનો દાવ ખતમ થયા બાદ જ્યારે રિયાન પરાગ ડગઆઉટ તરફ જવા લાગ્યો ત્યારે હર્ષલ પટેલે તેને કંઈક કહ્યું. જ્યારે રિયાને પણ પાછળ ફરીને હર્ષલ પટેલને જવાબ આપ્યો ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જો કે, રાજસ્થાન ટીમના સપોર્ટ સ્ટાફે પરાગને જવા કહ્યું અને હર્ષલને પકડીને મામલો શાંત પાડ્યો.


ક્રિકેટમાં, બધા ખેલાડીઓ હંમેશા મેચ સમાપ્ત થયા પછી હાથ મિલાવે છે. આવું જ કંઈક આ મેચ બાદ થયું, હર્ષલ પટેલે મેચ પુરી થયા બાદ તમામ ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો હતો, પરંતુ તે રિયાન પરાગ સાથે હાથ મિલાવ્યા વગર જ નીકળી ગયો હતો. રિયાન પરાગે પણ હાથ લંબાવ્યો હતો, પણ હર્ષલ પટેલ તેની અવગણના કરીને આગળ વધ્યો હતો. હર્ષલ પટેલે આવું કૃત્ય કરીને રમતગમતની ભાવનાનો મજાક ઉડાવી દીધો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

રિયાન પરાગે 31 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 56 રન બનાવ્યા હતા. આ સિઝનમાં રિયાન પરાગની આ પ્રથમ અડધી સદી હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને રિયાન પરાગની શાનદાર ઇનિંગના આધારે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરની ટીમ 19.3 ઓવરમાં 115 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી અને 29 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

Niraj Patel