જામનગરમાં ઉજવાયો રીવાબા જાડેજાની જીતનો જશ્ન, ઉત્સામાં ડૂબ્યું આખું શહેર, પતિ રવિન્દ્ર જાડેજાએ પણ ઢોલી પર કર્યો રૂપિયાનો વરસાદ, જુઓ વીડિયો

જુઓ કેવી હતી રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાના વિજયની ઉજવણી, વિજય સરઘસમાં જામનગર વાસીઓએ ફૂલો વરસાવીને કર્યું અભિવાદન

ગઈકાલે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીનું પરિણામ જાહેર થયું અને આ વખતે ભરતીય જનતા પાર્ટીએ રેકોર્ડ બ્રેક સીટો મેળવીને ઇતિહાસ રચી દીધો. ભાજપને આ વખતે 156 બેઠેકો મળી. જયારે કોંગ્રેસને 7, આમ આદમી પાર્ટીને 5 અને અન્ય પાર્ટીઓને 4 બેઠેકો જ મળી હતી. ભાજપની આટલી મોટી જીત બાદ આખા ગુજરાતમાં ઉત્સવ જેવો માહોલ પણ જોવા મળ્યો હતો અને જીત સાથે ઉમેદવારો વાજતે ગાજતે વરઘોડો કાઢીને નીકળ્યા હતા.

ત્યારે જામનગરની ઉત્તર બેઠક પર ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા પણ ઉમેદવાર હતા અને તે પણ આ ચૂંટણીમાં જંગી મતો સાથે જ વિજેતા બન્યા હતા. રીવાબાના વિજેતા બનતા જ જામનગરમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં લોકોએ તેમની આ જીતને વધાવી લીધી હતી.

સોશિયલ મીડિયામાં પણ તેમની આ જીતની ઉજવણીના ઘણા બધા વીડિયો વાયરલ થઇ રહ્યા છે. તો પત્ની રીવાબાની જીત થતા જ પતિ રવિન્દ્ર જાડેજા પણ ઉત્સાહમાં આવી ગયો હતો અને જાડેજાએ પોતાની ખુશી વ્યક્ત કરતા વિજય સરઘસમાં ઢોલ વગાડી રહેલા ઢોલીઓ પર ચલણી નોટોનો વરસાદ પણ કર્યો હતો.

રિવાબાએ તેમના સોશિયલ મીડિયા જીત બાદ ઉજવાઈ રહેલા જશ્નની ઘણી બધી તસવીરો શેર કરી છે. તસ્વીરોમાં રીવાબા જનતાનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે. તેમની આ તસવીરો પર પણ લોકો હવે કોમેન્ટ કરીને તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

ત્યારે સામે આવેલી તસ્વીરોમાં જોઈ શકાય છે કે આટલી મોટી જીત બાદ રીવાબા પણ ખુબ જ ખુશઃ દેખાઈ રહ્યા છે અને જનતા તેમના પર ફૂલો વરસાવીને અભિવાદન કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન જામનગર શહેરમાં પણ આ દરમિયાન ઉત્સાહ જેવો માહોલ સર્જાતો જોવા મળી રહ્યો છે. રીવાબાએ આ જીતમાં સહભાગી બનનારા તમામનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

તો પતિ રવિન્દ્ર જાડેજાએ પણ તેના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પત્નીના જીતની ખુશી વ્યક્ત કરી છે. રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબા સાથેની એક તસવીર શેર કરી છે. જેના પર તેમને પત્નીના ફોટો પર જ MLA ગુજરાત લખ્યું છે. આ સાથે જ રવિન્દ્ર જાડેજાએ પોસ્ટ સાથે એક સરસ મજાનું કેપશન પણ લખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

જાડેજાએ લખ્યું છે, “Hello MLA you truly deserve it. જામનગરની જનતાનો વિજય થયો છે. તમામ જનતાનો ખુબ ખુબ દીલથી આભાર માનુ છુ. જામનગરના કામો ખુબ સારા થાય એવી મા આશાપુરાને વિનંતી. જય માતાજી” ત્યારે હવે જાડેજાના ચાહકો પણ પત્નીની જીત પર તેમની પોસ્ટમાં કોમેન્ટ કરીને શુભકામનાઓ આપી રહ્યા છે.

Niraj Patel