વાહ સલામ છે રીવાબાના આ કાર્યને, દીકરીના જન્મ દિવસ ઉપર ગરીબ પરિવારોને આપી ખાસ ભેટ, જુઓ તસવીરો

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર સિંહ જાડેજા તો તેની રમતના કારણે ખુબ જ ચર્ચામાં રહે છે, પરંતુ આ સાથે રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજા પણ સામાજિક કાર્યો કરી અને હંમેશા લોકોના દિલમાં પોતાની અનેરી જગ્યા બનાવતા હોય છે. હાલમાં જ રીવાબા અને રવીન્દ્રની વ્હાલસોયી દીકરીના જન્મ દિવસે પણ તેમને સમાજ સેવાનું એક ઉમદા કાર્ય કરી અને માનવતાની મહેક પ્રસરાવી છે.

રવિન્દ્ર જાડેજા અને રીવાબા જાડેજાની દીકરી નિધ્યાનાબા ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે આ નિમિત્તે રીવાબાએ એક ખુબ જ સુંદર કાર્ય પણ કર્યું છે. દીકરીના પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશની સાથે જ પાંચ પરિવાર માટે રીવાબા આશીર્વાદ રૂપ બન્યા છે.

રિવાબા જાડેજાએ દીકરીના જન્મ દિવસ યાદગાર અને લોક ઉપયોગી બને રહે તે હેતુથી 5 પરિવારોના દિકરીઓને પોસ્ટ ઓફિસમાં બચત ખાતા ખોલાવી 10 હજારની સહાય કરી અનોખી રીતે ઉજવણી કરી છે.

આ પ્રસંગે જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ અભિજીતસિંગ અને પોસ્ટ માસ્તર મહાવીર લાડવા દ્વારા પોસ્ટ વિભાગના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ મનદીપસિંહ જાડેજાએ ખાસ જરૂરીયાતમંદ લોકોને પસંદ કરીને પાસબુક આપવામાં આવી હતી.

રીવાબાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુકમાં પણ આ કાર્યની કેટલીક તસવીરો અને વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોની અંદર રીવાબા આ સુંદર કાર્ય કર્યાનો આનંદ પણ વ્યક્ત કરતા જોવા મળે છે.

આ પહેલા પણ રીવાબાએ કોરોના મહામારી દરમિયાન પણ ઘણા બધા ગરીબ પરિવારોની મદદ કરી છે. આ ઉપરાંત ઘણી દીકરીઓ માટે પણ રીવાબા આશીર્વાદરૂપ બનતા આવ્યા છે.રીવાબા આ સમયે વિદેશમાં છે. ત્યારે વિદેશમાં રહીને પણ સેવાકીય કાર્યો કરવામાં જરા પણ પીછેહઠ નથી કરી અને દીકરીના જન્મ દિવસે વીડિયો કોલના માધ્યમથી તેમને પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવા દરમિયાનની તમામ માહિતી પણ લીધી અને લાભ લેનાર પરિવારો સાથે વાત પણ કરી હતી.

Niraj Patel