ફેશન બ્લોગર હત્યાકાંડ : રીતિકાને મારવા માટે રચ્યુ હતુ હત્યાનું ભયાનક કાવતરું, થયો નવો ખુલાસો

યુપીના આગ્રામાં એક યુવતીનું બિલ્ડિંગ પરથી નીચે પટકાતા મોત થયું હતું. મૃતકની ઓળખ ફેશન બ્લોગર રિતિકા સિંહ તરીકે થઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો.મૃતક ગાઝિયાબાદની રહેવાસી હતી અને તેના પતિને છોડીને આગ્રામાં તેના બોયફ્રેન્ડ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી.ફેશન બ્લોગર રિતિકા સિંહ મર્ડર કેસમાં આરોપી દિપાલી અગ્રવાલને કોર્ટમાંથી જામીન મળી શક્યા નથી. એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સુધીર કુમારે અરજી ફગાવી દીધી હતી.

રિતિકાની હત્યાના કાવતરામાં શિકોહાબાદ (ફિરોઝાબાદ)ની ડેન્ટિસ્ટ ડૉ. દીપાલી અગ્રવાલ પણ સામેલ હતી. રિતિકાના પતિ આકાશ ગૌતમે હત્યા પહેલા અને પછી તેની સાથે ફોન પર વાતચીત કરી હતી. દીપાલી રિતિકાના લિવ-ઈન ફ્રેન્ડ વિપુલ અગ્રવાલની પત્ની છે. 24 જૂને ફેશન બ્લોગર રિતિકા સિંહની ખૈરતી ટોલા (તાજગંજ)માં ઓમશ્રી પ્લેટિનમ એપાર્ટમેન્ટના ચોથા માળેથી ફેંકીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. ત્યારે તેના હાથ બાંધીને નીચે પટકવામાં આવી હતી અને આ દરમિયાન તેનું મોત થયુ હતુ.

તે તેના મિત્ર વિપુલ અગ્રવાલ સાથે ફ્લેટમાં રહેતી હતી. પોલીસે રિતિકાના પતિ આકાશ ગૌતમ, કાજલ, કુસુમા, ચેતન અને અનવરને હત્યાના ગુનામાં જેલમાં મોકલી દીધા હતા. રિતિકાના પિતા સુરેન્દ્ર સિંહ અને માતા પોલીસની કાર્યવાહીથી સંતુષ્ટ ન હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે વિપુલની પત્ની ડો. દીપાલી અગ્રવાલ અને તેના પિતા અને ભાઈ પણ આ હત્યામાં સામેલ છે. આ અંગે રિતિકાના પિતાએ એડીજી ઝોન રાજીવ કૃષ્ણને અરજી આપી હતી. જે બાદ પોલીસે દીપાલી અગ્રવાલને ગુપ્ત રીતે જેલમાં મોકલી દીધી હતી.

પરિવારે દીપાલી અગ્રવાલના જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી, જે ફગાવી દેવામાં આવી હતી. ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે વિપુલની પત્ની દીપાલી અને રિતિકાના પતિ આકાશ ગૌતમનો હેતુ એક જ હતો. ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે રિતિકા અને વિપુલ વચ્ચેના સંબંધોને કારણે બંનેના પરિવારમાં તિરાડ પડી ગઈ હતી. બંને આ સંબંધને કોઈપણ ભોગે ખતમ કરવા માંગતા હતા. આકાશ ગૌતમે હત્યા પહેલા અને પછી દીપાલી અગ્રવાલ સાથે ફોન પર વાતચીત કરી હતી. જેના આધારે દીપાલી અગ્રવાલની ધરપકડ કરવામાં આવી હતી.

દિપાલીને ગુનાહિત ષડયંત્રમાં સામેલ હોવાના કારણે જેલમાં મોકલી દેવામાં આવી હતી. રિતિકાના પિતા સુરેન્દ્ર સિંહે પણ દીપાલીના પિતા અને ભાઈ પર કાવતરામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. હત્યાના દિવસે આકાશ જે બાઇક લઇને આવ્યો હતો તે દિપાલીના પરિવારના સભ્યના નામે છે. પોલીસ હજુ સુધી બંનેને પકડી શકી નથી. જણાવી દઇએ કે, ફેશન, ફૂડ, ટ્રાવેલ અને લાઈફસ્ટાઈલ બ્લોગર રિતિકા સિંહના ઈન્સ્ટાગ્રામ પર 44,000થી વધુ ફોલોઅર્સ છે. તે ઇન્સ્ટાગ્રામ પર ફોટા અને વિડિયો શેર કરીને ઘણા જીવનશૈલી ઉત્પાદનોનો પ્રચાર પણ કરતી હતી.

Shah Jina