KKR અને DCની મેચ જોવા મેદાનમાં પહોંચેલી રિષભ પંતની ગર્લફ્રેન્ડને જોઈને ચાહકોએ કહ્યું એવું કે “ભાભી આવી ગયા !”

IPLનો રોમાંચ હવે વધુ જામતો જોવા મળી રહ્યો છે, દરેક મેચમાં કાંટાની ટક્કર થતી જોવા મળે છે. દરેક ટીમ પ્લેઓફમાં પહોંચવા માટે મેદાનમાં પરસેવો પણ પાડી રહી છે, ત્યારે ગઈકાલે એવી જ એક દિલધડક મેચ કોલકત્તા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે યોજાઈ હતી. જેમાં દિલ્હીની ટીમ 4 વિકેટે જીતી ગઈ. પરંતુ આ રોમાંચક મેચમાં દર્શકો માટે એક બીજું પણ આકર્ષણનું કેન્દ્ર હતું. જે હતી રિષભ પંતની પ્રેમિકા.

આ મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં રિષભ પંતની કથિત ગર્લફ્રેન્ડ ઈશા નેગી મેચ જોવા આવી હતી. આ પછી, જ્યારે દિલ્હી કેપિટલ્સને પ્રારંભિક સફળતા મળી, ત્યારે ઈશા ખુશીથી ઝૂમતી જોવા મળી હતી. ઈશા નેગીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. એક યુઝરે લખ્યું છે કે” ભાભી આવી છે, લેડી લક લઈને આવી છે.”

જો કે આ મેચમાં રિષભ પંત બેટથી કોઈ કમાલ કરી શક્યો નહોતો. તેને 5 બોલમાં માત્ર બે રન જ બનાવ્યા હતા. પરંતુ તેની ટીમ મેચ જીતી ગઈ. દિલ્હી કેપિટલ્સ આ જીત સાથે જ પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા નંબર ઉપર પહોંચી ગયું છે. દિલ્હીએ પોતાની 8 મેચમાંથી 4 મેચ જીતીને 8 પોઇન્ટ મેળવ્યા છે.

રિષભ પંતની કથિત ગર્લફ્રેન્ડ ઈશા નેગી વ્યવસાયે ઈન્ટિરિયર ડિઝાઈનર છે. બંને એકબીજાને પાંચ વર્ષથી ડેટ કરી રહ્યાં છે. ઈશા નેગી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના દ્વારા શેર કરવામાં આવેલ ફોટા ચાહકોને ખુબ પસંદ આવી રહ્યા છે. આ ઉપરાંત રિષભ પંતે છેલ્લા કેટલાક વર્ષોમાં તેની બેટિંગથી બધાના દિલ જીતી લીધા છે. હાલમાં તે ટીમ ઈન્ડિયા માટે નંબર વન વિકેટ કીપર બેટ્સમેન છે અને તે ત્રણેય ફોર્મેટમાં ભારત માટે રમે છે. તે IPL 2022માં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન છે.

મેચમાં દિલ્હી કેપિટલ્સના બોલરોએ શાનદાર રમત બતાવી હતી. IPL 2022માં પ્રથમ વખત રમી રહેલા ચેતન સાકરિયાએ ખતરનાક એરોન ફિન્ચને આઉટ કર્યો હતો. કુલદીપ યાદવે 3 ઓવરમાં 14 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ સાથે જ અક્ષર પટેલે એક વિકેટ લીધી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી શ્રેયસ અય્યરે 42 રન બનાવ્યા હતા.

Niraj Patel