રિક્ષાવાળો બોલ્યો એવું ગજબ અંગ્રેજી કે ઇન્ટરનેટ પર થઇ ગયો હિટ, ભૂરિયાઓ પણ થઇ ગયા ઇમ્પ્રેસ- જુઓ વીડિયો

રિક્ષાવાળાનું કડકડાટ અંગ્રેજી, સાંભળી ભૂરિયાઓ પણ રહી ગયા હેરાન, દિલ જીતી લેશે વીડિયો

કહેવાય છે કે જો પૈસા કમાવવાની ઈચ્છા હોય તો લોકો કંઈ પણ કરી શકે છે. ભારતમાં મહેનતુ લોકોની અને પ્રતિભાશાળી લોકોની કોઇ કમી નથી. જ્યારે સામાન્ય રીતે લોકોને એવું લાગે છે કે ભારતમાં માત્ર અભણ લોકો જ રિક્ષા ચલાવે છે, શાકભાજી કે ફળો વેચે છે, ત્યારે એક વીડિયો કે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, તે લોકોના મો પર તમાચા સમાન છે.

રિક્ષાવાળાનું કડકડાટ અંગ્રેજી

લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો દિલ્હીની જામા મસ્જિદ પાસે રેકોર્ડ કરવામાં આવ્યો હતો. એક રિક્ષાચાલક જ્યારે બે વિદેશી પ્રવાસીઓને મસ્જિદ બતાવવા માટે લાવ્યો, તો તેણે તેમની સાથે અંગ્રેજીમાં વાત કરવાનું શરૂ કર્યું. આ વીડિયો જોઇ લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.

સાંભળી હેરાન રહી ગયા ટુરિસ્ટ

યુનાઇટેડ કિંગડમના બે પ્રવાસીઓ સાથે જ્યારે રિક્ષાચાલક વાત કરી રહ્યો હતો ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા કોઇએ આ વ્યક્તિએ વીડિયો બનાવી લીધો. રિક્ષાચાલકે જે કહ્યું તે સાંભળીને તે વ્યક્તિ પણ આશ્ચર્યચકિત થઈ ગયો. આ વીડિયો શેર થતાની સાથે જ તે વાયરલ થઈ ગયો. લોકોને પણ રિક્ષાચાલકની સ્ટાઈલ ગમી.

Shah Jina