બાઈક ઉપર ત્રણ ત્રણ યુવકો ચઢી બેઠા અને પછી રેલવે ટ્રેક ઉપર દોડાવી બનાવ્યો વીડિયો, પોલીસના હાથમાં પહોંચતા જ કરી એવી હાલત કે.. જુઓ વીડિયો

આજના યુવાનો યુવાનો સોશિયલ મીડિયામાં નામ બનાવવા માટે અવનવા અખતરા કરતા હોય છે, ઘણા લોકો વીડિયો બનાવવાના ચક્કરમાં નિયમોના પણ ધજાગરા ઉડાવતા જોવા મળતા હોય છે. આવા લોકોના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. હાલ એવા જ ત્રણ યુવકોનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે રેલવે ટ્રેક ઉપર બાઈક ચલાવી રહ્યા છે.

વાયરલ વીડિયો ઉત્તર પ્રદેશના બુલંદશહરનો જણાવવામાં આવી રહ્યો છે, જ્યાં 3 છોકરાઓ રેલવે ટ્રેક પર બાઇક ચલાવતા જોવા મળે છે અને એક છોકરો તેમનો વીડિયો બનાવી રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમે સમજી શકશો કે આ ત્રણેય છોકરાઓ પોતાના જીવની પરવા કર્યા વગર રેલ્વે ટ્રેક પર બાઇક ચલાવી રહ્યા છે, જો આ દરમિયાન કોઈ ટ્રેન ટ્રેક પરથી પસાર થાય તો આ ત્રણેયના મોત થઈ શકે છે.

વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણેય છોકરાઓની ઓળખ કરી લીધી છે. મોટર વ્હીકલ એક્ટ હેઠળ બાઇક જપ્ત કરવામાં આવી છે અને ત્રણ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારતીય રેલ્વે અધિનિયમ, 1989 હેઠળ, રેલ્વે લાઇનનું અતિક્રમણ એ સજાપાત્ર ગુનો છે. આમ કરનાર વ્યક્તિને 1000 રૂપિયાનો દંડ અથવા 6 મહિનાની જેલ અથવા બંને થઈ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

રેલવે લાઇન અને પ્લેટફોર્મની નજીક સેલ્ફી કે વીડિયો લેવાની મનાઈ છે. રેલ્વે અધિનિયમ 1989ની કલમ 145 અને 147 હેઠળ, રેલ્વે ટ્રેક અને પ્લેટફોર્મની બાજુમાં સેલ્ફી લેવી એ હવે સજાપાત્ર ગુનો ગણવામાં આવે છે. આમ કરવાથી 1,000 રૂપિયાનો દંડ, 6 મહિનાની જેલ અથવા બંને સજા થઈ શકે છે.

Niraj Patel