કોણ છે રિદ્ધિ પટેલ ? જેણે મેયરને આપી ગાળો અને હત્યાની ધમકી, સ્પીચથી અમેરિકામાં મચી ગઇ બબાલ

ફિલિસ્તીન સમર્થક, ઇઝરાયલ વિરોધી…કોણ છે રિદ્ધિ પટેલ ? મેયરને જાનથી મારવાની ધમકી આપવાનો લાગ્યો આરોપ

છેલ્લા કેટલાક દિવસોથી તમે સોશિયલ મીડિયા પર રિદ્ધિ પટેલનું નામ ઘણું સાંભળ્યું હશે. ખાસ કરીને ભારતીય અને અમેરિકન મીડિયામાં આ નામનો ઘણો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. તો આ રિદ્ધિ પટેલ કોણ છે ? જેની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. તો ચાલો જાણીએ. વાસ્તવમાં ઇઝરાયલ-ગાઝાના મુદ્દે સમગ્ર વિશ્વ વિભાજિત જણાય છે. કેટલાક દેશો ગાઝા બાજુ છે તો કેટલાક ઈઝરાયેલ બાજુ. જ્યારે કેટલાક દેશો તટસ્થ.

બીજી તરફ અમેરિકી સરકારની વાત કરીએ તો તે ખુલ્લેઆમ ઇઝરાયલને સમર્થન આપી રહી છે આ દરમિયાન અમેરિકન શહેરોની સિટી કાઉન્સિલમાં ઇઝરાયેલને સમર્થન આપવું જોઇએ કે નહી તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. સિટી કાઉન્સિલ એ અમેરિકન શહેરોમાં લેજિસ્લેટિવ કાઉન્સિલ છે, જ્યાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવે છે. આમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તમામ પ્રકારના મુદ્દાઓનો સમાવેશ થાય છે. ભારતના CAA કાયદાની પણ અહીં ચર્ચા કરવામાં આવી છે. બેકર્સફિલ્ડ શહેર એ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલું છે.

તેની સિટી કાઉન્સિલમાં એન્ટિફા એટલે કે ડાબેરી સંગઠનના લોકોએ માંગ કરી હતી કે આ સિટી કાઉન્સિલમાં ઇઝરાયલ વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવે. આ અંગે ચર્ચા ચાલી રહી હતી ત્યારે ભાષણો પણ આપવામાં આવી રહ્યા હતા. ત્યારે 28 વર્ષની ભારતીય અમેરિકન મહિલા રિદ્ધિ પટેલ સ્પીચ આપવા આવે છે. તે ગાઝા પેલેસ્ટાઈનની તરફેણમાં બોલે છે. તેના પર આરોપ છે કે તેણે સિટી કાઉન્સિલમાં બેઠેલા મેયર અને અન્ય પ્રતિનિધિઓને ધમકી આપી કે, ‘જો તમે ઇઝરાયેલની નિંદા નહીં કરો તો હું તમને મારી નાખીશ.’ તેણે કહ્યું કે તમે લોકો ફિલીસ્તીન વિશે વિચારતા નથી.

રિદ્ધિના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેણે પોતાના ભાષણમાં નવરાત્રી અને દાંડિયાનો પણ ઉલ્લેખ કર્યો છે. તે ખૂબ જ ખરાબ ભાષા બોલે છે. શહેરના મેયર અને કાઉન્સિલના સભ્યોને મારી નાખવાની ધમકી આપ્યા બાદ અમેરિકામાં ભારતીય મૂળની રિદ્ધિ પટેલની ધરપકડ કરવામાં આવી છે. તેને કેસ દર્જ કરવા માટે કોર્ટમાં લાવવામાં આવી હતી, હવે રિદ્ધિની આગળની પેશી 16, 24 અને 25 એપ્રિલે છે. કેલિફોર્નિયાના બેકર્સફિલ્ડમાં રહેતી રિદ્ધિ પટેલ ફિલિસ્તીન સમર્થક છે. તે અવારનવાર શહેરમાં ઈઝરાયેલ સામે વિરોધ કરતી હતી.

ભારતીય-અમેરિકન રિદ્ધિની લિંક્ડઈન પ્રોફાઈલ જોઈને ખબર પડે છે કે તે ‘સેન્ટર ફોર રેસ, પૂવર્ટી એન્ડ ધ એન્વાયર્નમેન્ટ’ નામની સંસ્થામાં ઈકોનોમિક ડેવલપમેન્ટ કોઓર્ડિનેટર છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, રિદ્ધિ સપ્ટેમ્બર 2020માં આ સંસ્થામાં જોડાઈ હતી. તેનો જન્મ બેકર્સફિલ્ડમાં થયો હતો અને તેણે શહેરની સ્ટોકડેલ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. રિદ્ધિએ 2017માં સેન્ટ લુઈસ યુનિવર્સિટીમાંથી ન્યુરોસાયન્સમાં સ્નાતક પણ કર્યું છે. તે 2019માં શહેરમાં પાછી ફરી હતી.

કાઉન્સિલની સુનાવણી દરમિયાન રિદ્ધિએ કહ્યું, “તમે બધા ખૂબ જ ઘટિયા લોકો છો અને જો જીસસ ક્રાઈસ્ટ અહીં હોત તો તેમણે તમને જાતે જ મારી નાખ્યા હોત. ફિલીસ્તીન અથવા એવા દેશમાં જ્યાં લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે તેની કોઈને પરવા નથી.” તમારામાંથી કોઈને એ વાતની પરવા નથી કે અહીં લોકો પર કેવી રીતે અત્યાચાર થાય છે.” રિદ્ધિએ વધુમાં કહ્યું, કાઉન્સિલના લોકો મહાત્મા ગાંધીને લઇને પરેડ કરે છે, અને ચૈત્ર નવરાત્રિ નામક એક હિંદુ તહેવાર આ સપ્તાહ શરૂ થઇ રહ્યો છે. હું તમને યાદ અપાવી દઉ કે જે છુટ્ટીઓ આપણે મનાવી રહ્યા છે. તેને ગ્લોબલ સાઉથમાં લોકો પોતાના ઉત્પીડકોના વિરૂદ્ધ હિંસક ક્રાંતિ તરીકે જાણે છે. હું ઉમ્મીદ કરું છું કે કોઈ આવશે અને તમને બધાને ગિલોટિન (ગરદન કાપનાર મશીન)થી મારી નાખશે.”

Shah Jina