આ રીક્ષા ડ્રાઈવરના ફેન થયા આનંદ મહિન્દ્રા, ટ્વીટ કરીને કહ્યું ‘આ તો મેનેજમેન્ટનો પ્રોફેસર છે !” જુઓ ખુબ જ શાનદાર વીડિયો

દેશના અગ્રણી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર આનંદ મહિન્દ્રા દેશના ટેલેન્ટને પણ બહાર લાવે છે. તેઓ તેમના ટ્વીટર એકાઉન્ટ ઉપર ઘણા બધા વીડિયો પણ શેર કરતા હોય છે. જેમાં ઘણા લોકોના જુગાડ અને સાહસ પણ જોવા મળતા હોય છે.

સોશિયલ મીડિયા પર એક ઓટો-રિક્ષા ચાલકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઓટો-રિક્ષા ડ્રાઈવર તેના મુસાફરોને ઉચ્ચ કક્ષાની સુવિધા આપે છે. જેમાં આઈપેડ, લેપટોપ, નાસ્તો, ઠંડા પીણા તેમજ ફ્રીજ અને ફ્રી વાઈફાઈ જેવા લક્ઝરી ગેજેટ્સનો સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓનો ઉપયોગ ગ્રાહક પ્રવાસ દરમિયાન કરી શકે છે.

દેશભરમાં આ રીક્ષા ચાલક અન્નાદુરાઈના વખાણ થઈ રહ્યા છે. બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ આ ઓટો ડ્રાઈવરનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું કે MBAના વિદ્યાર્થીઓએ તેમની પાસેથી કસ્ટમર એક્સપિરિયન્સ મેનેજમેન્ટ શીખવું જોઈએ. આનંદ મહિન્દ્રાએ આ ઓટો ડ્રાઈવરને ‘મેનેજમેન્ટ પ્રોફેસર’ કહ્યા અને દરેકને તેમની પાસેથી શીખવા કહ્યું.

38 વર્ષીય અન્નાદુરાઈ આ વિશેષ સેવા માટે મુસાફરો પાસેથી કોઈ વધારાનો ચાર્જ લેતા નથી. તેઓ તેમની સવારીમાંથી મીટર પ્રમાણે પૈસા લે છે. તેમની ઓટો રિક્ષામાં 25થી વધુ મેગેઝીન અને અખબારો રહે છે. આ સિવાય તેની રિક્ષામાં Amazon Eco અને Google Nest સ્પીકર પણ છે. અન્નાદુરાઈ છેલ્લા 10 વર્ષથી ચેન્નાઈમાં ઓટો-રિક્ષા ચલાવે છે. દરેક વ્યક્તિ તેમની ઓટોમાં મુસાફરી કરવા માંગે છે.

અન્નાદુરાઈ કહે છે કે શરૂઆતમાં તેમણે મુસાફરોની રાહ જોવી પડી હતી. પરંતુ હવે લોકો તેમની રાહ જોઈ રહ્યા છે. અન્નાદુરાઈ મૂળ ચેન્નાઈના તંજાવુર જિલ્લાના પેરાવુરાની ગામના છે. તેના પિતા અને મોટા ભાઈ બંને ઓટો ડ્રાઈવર છે. ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેણે 12માં ધોરણમાં જ અભ્યાસ છોડવો પડ્યો હતો. પરંતુ તેણે પોતાના જ્ઞાનનો ઉપયોગ કર્યો અને શરૂઆતમાં તેની ઓટોમાં અખબારો રાખવાનું શરૂ કર્યું. પછી ધીમે ધીમે તેણે સુવિધાઓ વધારી, હવે દરેક તેના પ્રશંસક બની ગયા છે.

અન્નાદુરાઈના આ અનોખા મેનેજમેન્ટ કૌશલ્યના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મોટી મોટી કંપનીઓ પણ તેમને ભાષણ માટે આમંત્રિત કરે છે. અન્નાદુરાઈ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા, રતન ટાટા અને અઝીમ પ્રેમજીને પોતાના આદર્શ માને છે. તે કહે છે કે ગ્રાહકને ખુશ રાખવા તેની સૌથી મોટી પ્રાથમિકતા છે.

Niraj Patel