પતિ કરણ બુલાની સાથે માલદીવમાં રોમાન્ટિક હનીમૂન મનાવી રહી છે રિયા કપૂર, શેર કરી શાનદાર તસવીર

જિંદગી હોય તો આવી…અનિલ કપૂરની દીકરી જુઓ માલદીવ્સમાં કેવી મોજ કરી રહી છે- 7 PHOTOS જોઈને તમને પણ નીકળી જવાનું મન થશે

હાલ માલદીવ બોલીવુડના સેલેબ્રિટીઓ માટે ટુરિસ્ટ પ્લેસ બની ગયું છે.  બોલીવુડના સેલેબ્રિટીઓ માલદીવમાં રજાઓ મનાવવા, અને હનીમૂન ઉપર પણ સતત જતા હોય છે. ત્યારે હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયેલી અનિલ કપૂરની દીકરી રિયા કપૂર પણ તેના પતિ કરણ બુલાની સાથે માલદીવમાં રજાઓ મનાવવા માટે પહોંચી છે.

રિયા કપૂરે થોડા સમય પહેલા જ પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ કરણ બુલની સાથે લગ્ન કરી લીધા છે. લગ્ન બાદ રિયા સોશિયલ મીડિયામાં પોતાની નવી નવી અપડેટ્સ પણ શેર કરતી રહે છે. હાલમાં જ રિયાએ તેના પતિ કરણ સાથે માલદીવમાં હનીમૂનની કેટલીક તસવીરો પણ શેર કરી છે. સાથે જ તેને એમ પણ જણાવ્યું છે કે તે કેવી રીતે સમય વિતાવી રહી છે.

રિયાએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર એક તસ્વીર શેર કરી છે જેમાં તે પુલની અંદર ચીલ કરતી નજર આવી રહી છે. આ તસ્વીરની અંદર રિયાએ બિકી પહેરી છે. આ તસ્વીરની અંદર રિયાની પતિ કરણ દૂર ઉભા રહેલો પણ જોવા મળે છે.

આ તસ્વીરને શેર કરવાની સાથે રિયાએ કેપશનમાં લખ્યું છે, “બાળકોને નાનીના ઘરે છોડી દીધા છે.” રિયાના આ કેપશનને વાંચ્યા પછી લોકો પણ એ વિચારમાં પડી ગયા છે કે રિયા ક્યાં બાળકોની વાત કરી રહી છે. જેમાં કેટલાક લોકોએ એવી પણ કોમેન્ટ કરી છે કે બાળકોનો મતલબ તેમના પેટ ડોગ્સ છે.

રિયા કપૂરની આ તસવીર ઉપર ચાહકો સાથે સેલેબ્રિટીઓ પણ કોમેન્ટ કરી રહ્યા છે. ચાહકો પણ તેની આ તસ્વીરને ખુબ જ પસંદ કરી રહ્યા છે. સાથે જ રિયાની આ તસવીર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.

હાલમાં જ રિયા કપૂર તેની બહેન સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને નોરા ફતેહી સાથે પણ પાર્ટી કરતા સોશિયલ મીડિયામાં છવાઈ હતી. પાર્ટીના આ ડેકોરેશનને રિયાએ પોતે જ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યું હતું.

Niraj Patel