ભારતીય આ દિગ્ગજ જર્નાલીસ્ટની ખરાબ રીતે હત્યા કરાઈ, મિશનનું કવરેજ કરતાં- જાણો વિગત

રોયટર્સના ફોટો જર્નલિસ્ટ દાનિશ સિદ્દીકીની હત્યા કરી દેવામાં આવી છે. દાનિશ સિદ્દીકી અફઘાનિસ્તાનમાં હાલાતને કવર કરવા માટે છેલ્લા કેટલાક દિવસોથી ત્યાં હતા. તેઓ દિલ્લીના રહેવાસી છે. તેમની મોત કાંધાર પ્રાંતના સ્પિન બોલ્ડક વિસ્તારમાં થઇ છે, જયાં તેઓ ત્યાના હાલાતને કવર કરી રહ્યા હતા.

તમને જણાવી દઇએ કે, એમેરિકી સૈનિકોની વાપસી બાદથી અહીં ભીષણ હિંસા જારી છે. સિદ્દી છેલ્લા કેટલાક દિવસોથી કંધારમાં જારી હાલાતની કવરેજ કરવા માટે ગયા હતા. તેઓએ તેમના કરિયરની શરૂઆત એક ટીવી રીપોર્ટરના રૂપમાં કરી હતી અને તે બાદ તેઓ ફોટો જર્નલિસ્ટ બની ગયા હતા.

દાનિશ સિદ્દીકી વર્ષ 2018માં સહયોગી અદનાન આબિદી સાથે પુલિત્ઝર પુરસ્કાર જીતી ચૂક્યા છે. તે સમયે તેઓ આ પુરસ્કાર જીતનાર પહેલા ભારતીય બન્યા હતા. દાનિશે રોહિંગ્યા શરણાર્થી સંકટને પણ કવર કર્યુ છે.

દાનિશે 13 જુલાઇના રોજ ટ્વીટર પર એક પોસ્ટ કરી હતી, તેમાં તેમણે જણાવ્યુ હતુુ કે તે પૂરા અફઘાિસ્તાનમાં કેટલાક મોર્ચો પર લડી રહેલ અફઘાન સ્પેશિયલ ફોર્સ સાથે છે. તેમણે લખ્યુ કે, હું એક મિશન પર આ યુવાઓ સાથે છું, આજે કંધારમાં આ ફોર્સેસ રેસ્કયુ મિશન પર હતી, આ પહેલા આ લોકો પૂરી રીત એક કોમ્બેટ મિશન પર હતા. આ સપ્તાહે જયારે તાલિબાનના કંધારના સ્પિન બોલ્ડક પર કબ્જો કર્યો તો સ્પેશિયલ ફોર્સ સાથે સતત તેની મુઠભેડ શરૂ થઇ ગઇ. છેલ્લા કેટલાક દિવસોથી બંને વચ્ચે ભીષણ સંઘર્ષ જારી છે. દાનિશ આ મિશનને કવર કરી રહ્યા હતા.

અફઘાનિસ્તાનના એમ્બેસેડર ફરીદ મામુન્દજઇએ શુક્રવારે ટ્વીટર હૈંડલ પર જણાવ્યુ કે, હત્યા કોને કરી અને તેનું કારણ શુ હતુ તેની વિશેની કોઇ જાણકારી સામે આવી નથી.

 

Shah Jina