અંગ્રેજોએ જે સીખ પાઘડીની ઉડાવી હતી મજાક, જવાબમાં પાઘડીના રંગની ખરીદી લીધી 7 રોલ્સ રોયલ

ઘણી વખત વ્યક્તિ પોતાના સન્માન અને અભિમાન માટે એટલું બધું કરે છે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. કહેવાય છે કે જ્યારે પણ ભગવાન આપે છે ત્યારે છપ્પડ ફાડી આપે છે. આ જ કહેવત અહીંયા સાર્થક થાય છે. તમે વિચારો કે જો તમારે બ્રાન્ડેડ કાર રોલ્સ રોયલ લેવી હોય અને એ પણ એક સાથે 6-7 તો… ચોંકી ગયા ને ? પરંતુ એક વ્યક્તિ છે જે ભારતીય છે તેમણે એકસાથે 1-2 નહિ પરંતુ 7 રોલ્સ રોયસ કાર ખરીદી છે અને પણ તેમની જેવી પાઘડી છે તેવા રંગની… આવો જાણીએ કોણ છે આ વ્યક્તિ. જેના માટે Rolls Royceના CEO પોતે તેમને ચાવી આપવા પહોંચ્યા હતા.

પાઘડી પહેરીને રોલ્સ રોયસની સાથે ઊભા રહેલ આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રૂબેન સિંહ છે. રૂબેન સિંહને બ્રિટનના બિલ ગેટ્સ કહેવામાં આવે છે. તેઓ ભારતીય મૂળના છે. તેમણે એવું ચોંકાવનારું કામ કર્યું છે, જેને સાંભળીને બધા ચોંકી જાય છે. રૂબેન સિંહે એકસાથે એટલી બધી રોલ્સ રોયસ કાર ખરીદી છે કે બધા હેરાન રહી ગયા છે.

તેમણે આ નવા કલેક્શનનું નામ ‘જવેલ્સ કલેક્શન બાય સિંહ’ રાખ્યું છે. તેમણે 6-7 Rolls ROYCE કાર ખરીદવા માટે 50 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. રૂબેન સિંહની કારમાં ત્રણ ફેન્ટમ લક્ઝરી સેડાન અને ત્રણ કુલીનન લક્ઝરી એસયુવીનો સમાવેશ થાય છે. રોલ્સ-રોયસના સીઈઓ ટોર્સ્ટન મુલર ઓટવાસ પોતે રુબેન સિંઘને ચાવીઓ આપવા આવ્યા હતા.

રોલ્સ રોયસ ખરીદ્યા બાદ રૂબેન સિંહના ગેરેજમાં આ મોડલના વાહનોની સંખ્યા 20 પર પહોંચી ગઈ છે. આ સિવાય તેની પાસે Bugatti Veyron, Porsche 918 Spyder, Pagani Huayra, Lamborghini Huracan અને Ferrari F12 Berlinetta જેવી મોંઘી કાર છે. રુબેન સિંહે પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેર સાથે કામ કર્યું છે.

ગયા વર્ષે પણ તે ઈન્સ્ટાગ્રામ પર ચર્ચામાં આવ્યા હતા. તેનું કારણ એ હતું કે તેમણે સાત દિવસ સુધી સાત અલગ-અલગ રંગોની રોલ્સ રોયસનો ફોટો મૂક્યો અને કારના રંગ સાથે મેળ ખાતી પાઘડી પહેરી.

ઈંગ્લેન્ડમાં રહેતા એક અબજોપતિ સરદાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. રુબેન સિંહ AlldayPA કંપનીના માલિક છે. એવું કહેવાય છે કે એકવાર એક અંગ્રેજોએ તેની પાઘડી પર કમેન્ટ કરી હતી અને જાતિવાદી ટિપ્પણી કરી હતી. તે સમયે રૂબેન સિંહે અંગ્રેજોને ચેલેન્જ આપ્યુ હતુ કે જેટલા રંગની પાઘડી હશે, એટલી જ તેમની પાસે રોલ્સ રોયસ કાર હશે. રુબેન સિંહને ‘બ્રિટિશ બિલ ગેટ્સ’ કહેવામાં આવતા.

રૂબેન સિંહે 17 વર્ષની ઉંમરે પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો, તમને જણાવી દઈએ કે 90ના દાયકામાં રુબેન સિંહનો ઈંગ્લેન્ડમાં કપડાનો મોટો બિઝનેસ હતો. તે સમયે તેની બ્રાન્ડ બ્રિટનની સૌથી પ્રખ્યાત બ્રાન્ડ્સમાંની એક હતી.

પરંતુ, એવું કહેવાય છે કે સમય હંમેશા એકસરખો નથી હોતો. રુબેન સિંહ સાથે પણ એવું જ થયું. અણધાર્યા સંજોગોને કારણે તેમની તબિયત લથડી હતી. એક સમયે, રુબેન સિંહનું ટર્નઓવર £10 મિલિયન કરતાં વધુ હતું, પરંતુ ખરાબ પરિસ્થિતિને કારણે, તેમણે તેમનો વ્યવસાય માત્ર £1માં વેચવો પડ્યો હતો.

Shah Jina